Entertainment

બીજી પત્નીના અશ્લીલ વીડિયો, આ માટે અપનાવી ભારતીય નાગરિતા, અદનાન સામી પર ભાઈનાં આરોપ

નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) ભારત (India) આવી ભારતનું નાગરિતા મેળવનાર સિંગર અદનાન સામી (Adnan Sami) ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ કોઈ ફેન કે કોઈ અન્ય વ્યકિત તરફથી નહિં પણ તેના નાના ભાઈએ જુનૈદે જ લગાવ્યો છે. જુનૈદે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ વાઈરલ કરી છે. જેમાં તેણે અદનાન ઉપર માનવામાં ન આવે તેવા ગંભીર આરોપ લગાવ્ચા છે તેમજ તેને પ્રુફ પણ કર્યા છે.

જુનૈદે અદનાન સામે આરોપ લગાવ્યો છે કે તેણે તેની પત્નીના અશ્લીલ વીડિયો બનાવ્યા છે તેમજ તેની પાસે જે ડિગ્રી છે તે પણ ખોટી છે. આ ઉપરાંત અદનાને શા માટે ભારતીય નાગરિતા લીધી છે કે અંગે પણ ખુલાસો જુનૈદે કર્યો હતો. જુનૈદે સોશિયલ મીડિયા ઉપર એક નોટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે હવે ઈમરાન ખાન બનવાનો સમય આવી ગયો છે. હું મારા મોટા ભાઈ અદનાન સામીના કેટલાક રાઝ ખોલી રહ્યો છું કારણકે હવે મને માત્ર ઉપરવાળાનો ખોફ છે બીજા કોઈનો ડર હવે મને નથી રહ્યો. હું આવું કશું કરવા તો નથી માગતો પણ હવે સત્ય બહાર આવે એ જરૂરી થઈ ગયું છે. પોસ્ટમાં તેણે લખ્યું કે અદનાનો જન્મ 15 ઓગસ્ટ 1969નાં રોજ રાવલપિંડીમાં થયો હતો. જો કે જે વાત ચાલી રહી છે કે અદનાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો એ વાત સાવ ખોટી છે. ઈંગ્લેન્ડમાં તે લેવલ્સની એકઝામમાં ફેલ થઈ ગયો તો તેણે લાહોરથી ડિગ્રી બનાવી હતી. આ પછી આબુધાબીથી પ્રાઈવેટલી તેણે લેવેલ્સની એકઝામ પાસ કરી હતી.

આ ઉપરાંત જુનૈદે કહ્યું કે અદનાને તેની બીજી પત્નીના અશ્લીલ વિડિયો બનાવી કોર્ટમાં બતાવ્યો હતો. તેણે લખ્યું, “આ વાત મને પરેશાન કરે છે, હું મારી ગર્લફ્રેન્ડ સાથે પણ આવું કરી શકતો નથી. અદનને તેની બીજી પત્ની સબા સાથે વર્ષ 2007-2008માં અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે બાદ અદનાને કોર્ટમાં કહ્યું હતું કે આ વીડિયો સબાના બોયફ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે પછી તેણે કોર્ટમાં વીડિયો પણ સબમિટ કર્યો જેથી આખું ભારત તેને જોઈ શકે.” શુક્રવારે બપોરે આ પોસ્ટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. જે બાદ જુનૈદે થોડી જ વારમાં તેને ડિલીટ કરી દીધો. આ પોસ્ટમાં જુનૈદે અદનાન સામીની ભારતીય નાગરિકતાનું કારણ પણ જણાવ્યું છે. જુનૈદના કહેવા પ્રમાણે, સિંગરને ભારતમાં સારા પૈસા મળે છે, જે પાકિસ્તાનમાં મળતા ન હતા. આ ઉપરાંત અદનાનને તેણે ચેલેન્જ આપી છે કે તે સાબિત કરીને બતાવે કે મારી એક પણ વાત ખોટી હોય.

Most Popular

To Top