World

અમેરિકી અદાલતે મુંબઇ હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ મંજૂર કર્યું

ન્યૂયોર્ક: ભારત (India) માટે એક મોટા કાનૂની વિજયમાં અમેરિકાની (America) એક અદાલતે પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યાપારી તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવાને મંજૂરી આપી છે, જે ૨૦૦૮ના ભયંકર મુંબઇના ત્રાસવાદી હુમલાઓ માટે ભારતમાં વોન્ટેડ છે. આ ચુકાદો એકના એક મહિના જેટલા સમય પહેલા આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ જો બાઇડનના આમંત્રણ પર પોતાની પ્રથમ સરકારી મુલાકાત પર અમેરિકા જનાર છે. તેમના માનમાં પ્રમુખ બાઇડન અને પ્રથમ સન્નારી જીલ બાઇડન જૂન ૨૦૨૨ના રોજ વ્હાઇટ હાઉસમાં એક ભોજન સમારંભનું આયોજન કરનાર છે.

યુએસ મેજીસ્ટ્રેટ જજ જેકલીન ચુલજીઆન, કે જેઓ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ ઓફ કેલિફોર્નિયાની ડિસ્ટ્રીકટ કોર્ટના જજ છે તેમણે ૧૬ મેના રોજ ૪૮ પાનાનો એક આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૬૨ વર્ષીય રાણાને ભારત અને અમેરિકા વચ્ચે થયેલ પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતને સોંપાવો જોઇએ. આ અદાલતે પ્રત્યાર્પણના ટેકામાં અને વિરોધમાં કરવામાં આવેલી તમામ રજૂઆતો અને દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને સુનાવણી દરમ્યાન તેની સમક્ષ થયેલી દલીલો પર વિચારણા કરી છે. આ સમીક્ષા અને વિચારણાના આધારે અને અહીં ચર્ચવામાં આવેલા કારણો માટે આ અદાલત નીચે આપેલા તારણો પર પહોંચી છે અને તે અમેરિકાના વિદેશ મંત્રીને વિનંતીમાં જણાવવામાં આવેલા આરોપોના આધારે રાણાનું પ્રત્યાર્પણ કરવા માટે પ્રમાણપત્ર આપે છે એમ અદાલતના આદેશમાં કહેવાયું છે. પ્રત્યાર્પણ માટેના કારણો વિગતવાર જણાવતા આદેશમાં કહેવાયું છે કે આ અનુસાર, અદાલત તારણ પર પહોંચે છે કે એ કારણ છે કે જેના આધારે રાણાના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી છે તે ગુનો રાણાએ કર્યો છે અને તેથી તેને ભારત અને અમેરિકા વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતને સોંપાવો જોઇએ.

આ આદેશ અંગે બોલતા ભારતીય મૂળના પીઢ અમેરિકી એટર્ની રવિ બત્રાએ કહ્યું હતું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનને રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવાનું જરૂરી જણાશે કારણ કે સહન કરનારા દેશોમાં અમેરિકા પણ છે. જો કે રાણાને સર્કીટ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે અને બત્રાએ કહ્યું હતું કે તેઓ પુરી અપેક્ષા રાખે છે કે સર્કીટ કોર્ટ પણ પ્રત્યાર્પણ આદેશને મંજૂર રાખશે.

Most Popular

To Top