Gujarat Main

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હવે 28મી સપ્ટે.એ કોંગ્રેસમાં જોડાશે

આગામી તા.28 સપ્ટે.ના રોજ બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેસ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે.
જીગ્નેશ મેવાણી ઉપરાંત વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર પણ કોંગીમાં જોડાય તેવા ચક્રો ગતિમાન થયા છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ સમગ્ર બાબતે મધ્યસ્થી કરી રહ્યા છે. જો કે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
તાજેતરમાં કોંગ્રેસના વિધાનસભા પક્ષની બેઠકમાં પાર્ટીના ધારાસભ્યો દ્વારા વહેલી તકે ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જગ્યા ખાલી હોવાથી તેના પર જલ્દીથી નિમણૂંક કરવામાં આવે તેવી તીવ્ર લાગણી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે જરૂર પડયે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની પણ મદદ લેવા ધારાસભ્યોએ લાગણી વ્યક્ત કરી છે.

Most Popular

To Top