Charchapatra

FD પરના વ્યાજદરોમાં વધારો કરો

બે વર્ષના કોરોના કાળ દરમ્યાન સરકારી અને સહકારી બેન્કોના FD પરના વ્યાજદરો હતા તે જ વ્યાજદર આજ સુધી યથાવત રહ્યા છે કે પછી તેમાં ઘટાડો થયો છે.  આજની વર્તમાન પરિસ્થિતિ અને મોંઘવારી અનુસાર તેમજ વ્યાજની આવક પર જીવનનિર્વાહ કરતા વરિષ્ઠ નાગરિકોનો વિચાર કરી, બેન્કોના સત્તાધીશોએ પણ FD પરના વ્યાજદરોમાં વધારો કરવો જોઇએ. બેન્કમાંથી ધિરાણ લેવું અને બેન્કમાં ધિરાણ કરવું – એ બન્ને વચ્ચે વ્યાજના દરોમાં મોટો તફાવત જોવા મળે છે. જેમ કે બેન્કમાંથી લોન લેવી હોય તો વ્યાજદર 9.5 ટકાથી 10 છે અને બેન્કમાં FD દ્વારા રોકાણ કરવું હોય તો વ્યાજનો દર 5 ટકાથી 6 ટકા છે. શું આટલો મોટો ટકાવારીમાં તફાવત યોગ્ય છે? હવે બેન્કોના સત્તાધીશો એ પરિસ્થિતિનો અનુકૂળ વિચાર કરી FD પરના વ્યાજના દરોમાં વધારો કરવો જ જોઇએ એ જ યોગ્ય હશે.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top