Charchapatra

નિષ્કાળજીનાં દુષ્પરિણામ

હમણાં થોડાક દિવસોમાં ન્યૂઝ પેપરમાં સીટી બસના હોટેલના દરવાજા સાથે ઠોકાવાના સમાચાર, ટાયર ફાટવાથી એક નવયુવાનના મોતના સમાચાર વાંચવામાં આવ્યા. બંને સમાચારના વિસ્તારમાં વાંચનમાં જતાં કારણ એ જણાયું કે ડ્રાઈવરને અચાનક ખેંચ આવી જતાં બસ પરનો નિયંત્રણ ગુમાવી બેઠા અને બસ અકસ્માતે ઠોકાઇ અને માલસામાન અને શારીરિક ઇજાના જોખમોમાં પરિણમ્યું. નવયુવાન સફાઇ કામદાર હતો અને એ કામ કરતો હતો. પંકચર રીપેરીંગનું અને અકસ્માતે ટાયર ફાટતાં મોતને ભેટયો. કોઇ પણ કાર્યની સોંપણી દરમ્યાન જયારે કર્મચારીને હાયર કરવામાં આવે છે ત્યારે ફીઝીકલ ફીટનેસ મેડીકલ રીપોર્ટસ જમા કરવાના રહે છે. આ ઉપરાંત તમે કર્મચારીને તેની આવડતના આધારે જ કાર્ય સોંપણી કરી શકો. યોગ્ય સર્ટીફીકેશન વગર કાર્ય બદલી શકાય નહીં. હવે પાયાના ધોરણે અધિકારી વર્ગ આ બાબતો માટે આંખ આડા કાન કરે અથવા નિષ્કાળજી સેવે તો આવા અકસ્માતો સર્જાવાની શકયતા પૂરેપૂરી રહેલી છે. અંતે નિયમોને અનુસરો, પરિણામો વિશે વિચારો અને પછી જ અધિકારીત્વનો ઉપયોગ થાય તો આવાં ભયાનક પરિણામોથી બચી શકાય.
સુરત              – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top