Vadodara

પ્રેમ પ્રકરણમાં પાર્થ કોઠારીએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા : કિડનેપિંગ ધીમ પર વીડિયો બનાવીએ તેમ જણાવી હત્યારા મિત્રે જ માંજલપુરના યુવક મિત્રને સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરના બેઝમેન્ટમાં હાથ પગ બાંધી પેટમાં તિક્ષ્ણ હથિયારથી ઉપરા છાપરી ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યાે હતો. હત્યારો હત્યા કર્યા ઘટના સ્થળે ફરાર થઇ ગયો હતો. યુવતી સાથે પ્રેમ સંબંધમાં યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુરની શિવમ સોસાયટીમાં રહેતો દક્ષ પટેલ (ઉં.વ.19) કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તા.2ના રોજ માતા પિતા અને ભાઇ સુરેન્દ્રનગરના મેમકા ગામે સગાઇના પ્રસંગમાં ગયા હતા. દરમિયાન દક્ષ પટેલ ઘરે આકલો હતો. રાત્રે તેનો મિત્ર પાર્થ કોઠારી ( ઉં.વ. 19 રહે. અંબિકા શ્રેયફ્લેટ, માંજલપુર) તેને ગરબામાં લઇ જવા આવ્યો હતો.ત્યાર બાદ દક્ષને પાર્થ કોઠારીએ સયાજીગંજના અલંકાર ટાવરના બેઝમેન્ટમાં લઇ જઇને કિટનેપિંગ થીમ પર અધારામાં રીલ બનાવવા જણાયું હતું. જેમાં પાર્થે જણાવ્યું હતું કે હુ એ તને કિડનેપ કર્યો હોય તેમ હું તને બાંધુ ત્યારબાદ તું મને બાંધજે. બાદમાં પાર્થ સૌપ્રથમ દક્ષના રસ્સી વડે પહેલા તેના હાથ બાંધ અને ત્યાર બાદ જેવા પગ બાંધે તો તુરંત પાર્થ તિક્ષ્ણ હથિયાર વડે તક્ષના પેટમાં ઘા ઝિંકી મોતને ઘાટ ઉર્તોય હતો. હત્યા કર્યા બાદ પાર્થ તે જગ્યા પરથી ફરાર થઇ જાય છે. જેનો ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાતા પોલીસ ગણતરીના કલાકોમાં હત્યાર પાર્થને દબોચી લીધો હતો.

પાર્થે યુટ્યૂબ અને વેબસિરીઝ જોઇ તાલીમ મળેવી
દક્ષ પટેલનો પાર્થ કોઠારી ગાઢ મિત્રો હતો. પરંતુ દક્ષ એક યુવતી સાથેની પ્રેમ સંબંધમાં નડતર રૂપ બનતો હોવાથી તેને હત્યાનો પ્લાન ઘડતો રહેતો હતો. તેના માટે પાર્થ રોજ યુટ્યૂબ તેમજ વેબ સિરીઝ જોઇ હત્યા માટે માટેની તાલીમ પણ મેળવતો હોવાનું જાણવા મળ્યુ છે.

હત્યા કરવાનું પૂર્વ નિયોજીત કાવતરુ
દક્ષ પટેલ અને પાર્થ કોઠારી બહુજ નજીક મિત્ર સાથે ક્લાસમાં જતા હતા. જ્યા પણ જવું હોય તો પણ એકબીજા વગર કયાંક જતા ન હતા. પરંતુ પાર્થમાં દિમાંગમાં કઇક અલગ ચાલતું હતું. તા.2જીએ રાત્રે દક્ષની હત્યાનો પ્રિપ્લાન કર્યો. હત્યા કર્યા બાદ પાર્થ દોરી, ચપ્પુ તથા દક્ષનો મોબાઇલ લઇ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

પોલીસે ગણતરી કલાકોમાં આરોપી ઝડપ્યો
દક્ષ સાથે અલંકાર ટાવરના બેઝમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દેખાય છે. ઘટના સ્થળના નજીકથી તેણે પાણી બોટલ પણ લીધી હતી. જેથી પહેલાથી પાર્થ કોઠારી શંકાના દાયરામાં હતો. જેથી તેને શંકાસ્પદ તરીકે ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

મોડી રાત સુધી ઘરે નહીં આવતા શોધખોળ
સુરેન્દ્રનગરના મેમકા ગામે પ્રસંગમાંથી પરત આવેલા પરિવારજનોને મોડી રાત સુધી દક્ષ ઘરે નહીં આવતા શોધખોળ કરી હતી. દરમિયાન તેના ભાઇને સયાજીગંજમાંથી બાઇક મળી હતી ત્યારે વધુ તપાસ કરતા દક્ષનો મૃત મળ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો.

Most Popular

To Top