Charchapatra

ભારતીયોના લોહીમાં ભળી ગયેલી ગુલામી

ચારસો વર્ષ આપણા પર જોરજુલમ કરતા અંગ્રેજોના ઇતિહાસથી આજની પેઢી વાકેફ નથી. બ્રિટનના વિકાસ માટે આપણો કાચો માલ સસ્તા ભાવે નિકાસ કરી પાકા માલની આયાત કરવામાં આવતી. આપણા વણકરોના અંગુઠા કાપીને મખમલનું ઉત્પાદન ઠપ કર્યું અને બ્રિટનના કહેવાતા માંચેસ્ટરનું બિન ટકાઉ કાપડ આયાત કરતા વિશ્વયુધ્ધના મહામારી કાળમાં ભૂખે મરતા ભારતીયો માટે આંતરરાષ્ટ્રિય ભંડોળમાંથી આવતુ અનાજ બારોબાર બ્રિટનના સૈનિકોને ફાળવી દેવામાં આવતું.

આઝાદી અપાવનાર સ્વાતંત્રયના સૈનિકોને અંજલી આપવી હોય પહેલા બ્રિટનની યાદ અપાવતા સ્મારકો, પુલો, સરકારી મકાનો, લાયબ્રેરિ, શહેર, રેલવે સ્ટેશનો, કોલજોના વિલાયતી નામો નેસ્તનાબુદક રવાની ખાસુ જરૂરી છે. જેનાથી આપણા દુઝતા ઘા ઠંડા તો પડે. પ્રજાસત્તાક દિવસ આવી રહયો છે તો જરા આ વિચારી જુઓ.

સુરત              – અનિલ શાહ      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top