Charchapatra

હૃદયની વિશાળતા

હાલ સમગ્ર દેશમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર માટે ફાળો ઉઘરાવાઇ રહ્યો છે. આનંદની વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટમાં ચાલેલા રામ મંદિર-બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર તરીકે રહેલા ઇકબાલ અંસારીસાહેબે પણ રામમંદિરના નિર્માણ માટે દાન કર્યું છે. એટલું જ નહિ, તેમણે ખૂબ સુંદર નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે  રામમંદિર માટે ફાળો આપવાથી તો એકબીજાની મુસીબતો ઓછી થશે અને બધી કોમ એકબીજાની નજીક આવશે! આ એક શ્રદ્ધાનો પ્રશ્ન છે અને તેનાથી અવશ્ય પુણ્ય મળે છે!

ઇકબાલ અનસારી ઉપરાંત મુસ્લિમ મંચે પણ રામમંદિરના નિર્માણ માટે દાન કર્યું છે. વળી મુસ્લિમ મંચના સભ્યો જેવા કે ડો. તારિક શાહ અને ચાંદની શાહબાનોએ પણ 11000/-નો ફાળો આપ્યો છે. શાહબાનોએ તો દાન આપવા માટે લોકોને અપીલ કરી છે.

ભારત દેશના વિકાસ માટે સૌથી અગત્યની વાત છે. કોમી એકતાઓ ઇકબાલઅન્સારીને તથા મુસ્લિમ મંચે રામમંદિર માટે દાન આપીને તથા દાન માટે અપીલ કરીને કોમી એકતાની જયોત પ્રગટાવી છે! તેમણે સાચે જ હૃદયની વિશાળતા દર્શાવી છે!

સુરત     -કિરીટ ડુમસિયા    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top