Gujarat

રામનું અસ્તિત્વ સ્વીકારતા નથી ને મને ગાળો દેવા રાવણ લાવ્યા, મોદીના કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીના (Election) પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કાનું વોટિંગની (Voting) પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.13 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની પ્રજાને વોટ કરવા માટે અપીલ કરી છે. ત્યારે આજે પીએમ મોદીઆ આગામી તારીખ 5 ડિસેમ્બરના રોજ યોજવા જઈ રહેલા બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. અમદાવાદમાં PM મોદીનો એકસાથે 50 કિમીનો પુષ્પાંજલિ શોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને રામના અસ્તિત્વને સ્વીકાર નથી કરતી, તેમને તો રામસેતુ હોવાનો પણ વાંધો છે

પીએમ મોદી ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે કાલોક આવી પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા 100 માથાવાળા રાવણના પલટવારમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને ખબર નથી કે આ રામભક્તોનું ગુજરાત છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ક્યારે રામના અસિસ્તવને સ્વીકારતી જ નથી, તેમને તો રામ સેતુ હોવાનો પણ વાંધો છે. વધુમાં તેમણે કહ્યું કે મને આશ્ચર્ય એ વાતનું છે કે, આટલા અપશબ્દો બોલવા છતાં કોંગ્રેસે ક્યારેય સ્પષ્ટતા આપી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ તો પીએમને અપશબ્દો બોલવાનો પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોટી અને તીખી ગાળો આપી શકે.

ગુજરાતે મને આપેલી સત્તા આ કોંગ્રેસીઓને પરેશાન કરી રહી છે
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે મને 2014માં દિલ્હી મોકલ્યો હતો ત્યારે દેશમાં મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે. જો તમારી પાંચ આંગળીઓ ઘીમાં હોય તો એક આંગળીએ કમળનું બટન દબાવવું જોઈએ કે નહીં. હું ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણો આપ્યા છે, ગુજરાતે મને જે શક્તિ આપી છે તેનાથી આ કોંગ્રેસીઓ પરેશાન છે.

તમે જેટલો કાદવ ફેંકશો તેટલું કમળ ખીલશે
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના મિત્રો ખુલ્લા કાનથી સાંભળો, તમારી લોકશાહીમાં વિશ્વાસ અને અવિશ્વાસ તમારો વિષય છે, જો તમારે તમારા પરિવાર માટે જીવવું હોય તો તે તમારી પસંદગી છે, પરંતુ એક વાત લખો, તમે જેટલો કાદવ ફેંકો તેટલું વધુ કમળ ખીલશે.

Most Popular

To Top