Dakshin Gujarat

ભરૂચના આ બે ગામમાં એક પણ મતદારે નહીં કર્યું મતદાન

ભરૂચ: ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં ૧૭.૫૭ ટકા મતદાન થયું છે. અંકલેશ્વરમાં ૧૮.૭૨ ટકા, ભરૂચમાં ૧૭.૮૯ ટકા મતદાન, જંબુસર ૧૬.૦૮ ટકા, ઝઘડીયામાં ૧૬.૭૭ ટકા અને વાગરામાં ૧૮.૪૦ ટકા મતદાન થયું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસરગામમાં બીજીવાર અને મૌઝાના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. સવારથી એક પણ મતદારે મતદાન કર્યું નથી. પ્રાથમિક સુવિદ્યાના અભાવે વિરોધ કર્યો છે. તંત્ર ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યું છે.

ડેડીયાપાડાના સામોટ ગામમાં ચુંટણીનો બહિષ્કાર
ડેડીયાપાડા: ડેડીયાપાડાના સામોટ ગામે તેમના પ્રશ્નો હલ ન થતાં બપોરે 12 વાગ્યા સુધીમાં એક પણ મત ન મળતાં બહિષ્કાર કર્યો હતો. સામોટ ગામે વિકાસના પ્રશ્નો પાંચ વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી.જયારે ચૂંટણી આવે છે ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું પરખાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. તેના પરિણામે આજે તા.1લી ડિસેમ્બરના રોજ સામોટ ગામના એક પણ મતદાતાએ 12 વાગ્યા સુધી મતદાન કર્યું ન હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે. જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગ વિભાગે કબજો કરી પચાવી પાડી છે.

અંકલેશ્વરમાં લાંબી લાંબી લાઈનો લાગી
અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઇશ્વરસિંહ પટેલે મતદાન કર્યું હતું. ઇશ્વરસિંહ પટેલે કુડાદરા ગામ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અંકલેશ્વરમાં મતદારોએ મતદાન માટે લાંબી-લાંબી લાઈનો લગાવી છે. ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંકલેશ્વર બેઠક પર બે ભાઈ સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ ધારોલી ખાતે મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ પોતાના ગામ અમલેશ્વર ખાતે મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપ જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલે મતદાન કર્યું હતું. ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રીતેશ વસાવાએ રાયસિંગપુરા ગામ ખાતે મતદાન કર્યું હતું. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પીરામણ ગામમાં મતદાન કર્યું હતું.

મુસ્લિમ મતદારોનું વાગરા બેઠક પર પ્રભુત્વ
વાગરા બેઠક પર મુસ્લિમ મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. વાગરામાં હાલ ભાજપના અરૂણસિંહ ધારાસભ્ય છે. અહીં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. બેઠક પર મુસ્લિમ મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. મુસ્લિમ બાદ દરબાર, આદિવાસી મતદારોની સંખ્યા વધારે છે. જંબુસર બેઠક પર અત્યાર સુધી યોજાયેલી 12 ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીતવામાં સફળ રહ્યું છે. જેંમાં રસપ્રદ વાત એ છે કે પાંચેય વખત ભાજપના ઉમેદવાર મોરી છત્રસિંહ જ હતા.

કઈ બેઠક પણ કોણ ઉમેદવાર
ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ, આપ તરફથી મનહર પરમાર ઉમેદવાર છે. અંકલેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર વલ્લભપટેલ, અને આપના ઉમેદવાર અંકુર પટેલ છે. જંબુસર બેઠક પર ભાજપના દેવ કિશોરદાસજી સાધુ, કોંગ્રેસના સંજય સોલંકી અને આપના સાજિદ રેહાન ઉમેદવાર છે. વાગરા બેઠક પર ભાજપના અરૂણસિંહ રણા, કોંગ્રેસના સુલેમાન પટેલ અને આપના જયરાજસિંહ રાજ ઉમેદવાર છે. જ્યારે ઝઘડીયા બેઠક પર ભાજપના રિતેશ વસાવા, કોંગ્રેસના ફેતસિંગ વસાવા, આપના ઉર્મિલા ભગત અને અપક્ષમાંથી છોટું વસાવા ઉમેદવાર

Most Popular

To Top