Comments

હમ હૈ નયે તો અંદાઝ ક્યું હો પુરાના!

ડરવાનું કંઈ નથી. “સ્વતંત્રતાનો અર્થ એ છે કે જો સરકારે કંઇક ખોટું કર્યું છે, તો તમે કહો છો કે તે ખોટું છે,પરંતુ તે જ સમયે, જ્યારે સરકાર યોગ્ય કામ કરી રહી હોય ત્યારે તમારે હિંમત રાખવી જોઈએ. તમારે તે પણ કહેવું પડશે.”આ મંત્ર પર અદાણી એનડીટીવીને ફરી દિશા દેખાડી નવું બનાવશે! પત્રકારત્વમાં જીદ ચાલતી નથી,પ્રણવ રોય નવીનતા લાવ્યાં પણ રસ્તો ભૂલ્યાં!

કોઈ વિરાટ યોજનાને ધ્યાનમાં રાખીને કે ચોક્કસ કોઈ વિચાર નથી એવું પણ ધાર્યા વગર ૧૯૮૮માં કે તે સાપ્તાહિક એક જ શો ધ વર્લ્ડ ધીસ વીક સાથે શરૂઆત કરી. ભારતના પ્રથમ ખાનગી સમાચાર નેટવર્ક અને સ્વતંત્ર સમાચાર પ્રસારણકર્તા માટે એક નવો પ્રયોગ હતો! તેની સફળતા પ્રણય રોય માટે એક સુખદ ખુશ અકસ્માત હતો! તાજેતરનાં વર્ષોમાં ભારતના મીડિયાસ્કેપમાં આ સૌથી મોટો ફેરફાર છે. વરિષ્ઠ પત્રકાર પ્રણય રોય અને તેમની પત્ની રાધિકા રોયે ચેનલ ન્યુ દિલ્હી ટેલિવિઝન ના સ્થાપકો અને પ્રમોટર્સ, આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડના બોર્ડમાંથી ડિરેક્ટર તરીકે રાજીનામું આપી દીધું છે. ત્રણ દાયકાથી વધુ સમય બાદ આ ન્યૂઝ ચેનલ હાથ અને દ્રષ્ટિકોણ બદલાઈ રહી છે! ગૌતમ અદાણી, સાહસિક અબજોપતિ, જેઓ પોર્ટ-ટુ-એનર્જી સમૂહ ચલાવે છે, ઘણી દંતકથા તેમની આસપાસ ફરે છે પણ શૂન્યથી સર્જન સમય સાથે પરિવર્તન લોકોએ જોયું છે!

 એવી ધારણા હંમેશા હોય છે કે રાજકીય અને સામાજિક નેતાઓ સાથે સંબંધો કામ કરતાં હોય છે પણ તે સંપૂર્ણ સત્ય નથી,કારણ કે આ વ્યવસાયમાં માછલી પકડવી અને હાથ ભીનાં ન થાય તેવી તરકીબ બધાં શોધતાં હોય છે જે લાંબે ગાળે સમજાય છે કે તે શક્યતાની પેલે પાર છે! અદાણી જૂથ પાસે આધુનિક ચેનલ સંચાલન માટે અલબત્ત ગુણવત્તા ધરાવતાં બુધ્ધિ વર્ગનાં મીડિયા સંચાલક નહીં હોય તેવું માનવું ફકત પાણી વલોવવા જેવી કોરી કલ્પના જ ગણાય!

શંકાસ્પદ અને બિનપારદર્શક તારણો પર ભરોસો ન કરી શકાય. તે પળે પળે બદલતાં રહે છે,અદાણી જૂથે જ્યારે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે તો દેશમાં સ્વતંત્ર પત્રકારત્વ સારી સ્થિતિમાં છે.સંપાદકીય અખંડિતતામાં દખલ થતી નથી.નિષ્ણાતો કહે છે કે મીડિયાની વિવિધતા માલિકીની એકાગ્રતાની જાણ ગુપ્ત રાખે છે!તેની રોજબરોજના ફેરફારોમાં આવશ્યકતા પણ જણાતી નથી. એક ઉદાહરણ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે.જે રિટેલ-ટુ-રિફાઇનિંગ સમૂહના માલિક છે. તેઓ નેટવર્ક૧૮ને પણ નિયંત્રિત કરે છે, જે ભારતની સૌથી મોટી મીડિયા કંપનીઓમાંની એક છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની માલિકીની કંપનીઓ ભારતના જીડીપીના ૪% જેટલી આવક પેદા કરે છે.

મીડિયા સ્પેશ્યાલિસ્ટ એમ ગણતરી કરે છે કે એનડીટીવીનું ટેકઓવર ન્યૂઝ બિઝનેસને લગતી મુશ્કેલીઓનું પણ પ્રતીક છે. ભારતમાં ૪૦૦થી વધુ સમાચાર ચેનલો છે જે મોટા ભાગે ખાનગી માલિકીની છે અને પ્રાદેશિક ભાષાઓમાં છે. ૨૦૨૧માં ટી.વી. જાહેરાતોને મળેલાં ૪૨૩ મિલિયન ડોલરમાંથી ન્યૂઝ ચેનલોએ અંદાજિત ૮%નો સંગ્રહ કર્યો.સમાચાર એ કોઈ પણ જગ્યાએ, સૌથી મુશ્કેલ વ્યવસાયમાંનો એક છે. ભારતમાં ટી.વી. સમાચારો એ સૌથી વધુ બિનલાભકારી, રાજકીય રીતે જોખમી અને ખોટા વ્યવસાયોમાંનો એક છે.

લોકો મોટા ભાગે સમાચારો માટે ચૂકવણી કરવા તૈયાર ન હોવાથી, ચેનલોની મોટા ભાગની આવકમાં જાહેરાતનો હિસ્સો હોય છે. આ નજરિયાને કારણે ઘણી નેટવર્ક્સની વિશ્વસનીયતા ઘટી ગઈ છે! રેટિંગ અને સમાચારનું “વિચિત્ર ટેબ્લોઇડાઇઝેશન” અને પક્ષપાતી કવરેજ અળખામણું ચિતરાયું છે.

એનડીટીવીની નાણાંકીય મુશ્કેલીઓ એક દાયકા કરતાં પણ વધારે સમય પહેલાં શરૂ થઈ હતી જ્યારે તેમને ઋણ પુનર્ધિરાણ કરવા માટે ૪૪ મિલિયન ડોલર ઉછીના લેવા પડ્યા હતા. એનડીટીવી લાંબો સમય ખેંચ્યો પછી તે હરીફાઈમાંથી બહાર ફેંકાઈ ગયું હોય તેવું લાગે છે. પત્રકારત્વની વાત નથી. અસંતુલિત વ્યવસાય માટે તે હાર જેવું લાગે છે! પ્રણય રોય અને રાધિકા રોય આ ડીલ રોકવા માટે કાઉન્ટર ઑફર આપી શકયાં હોત, પરંતુ નોંધપાત્ર નાણાંકીય સ્નાયુ અને વ્યવસ્થા પર તેમનું મન કેન્દ્રિત ન હોવાથી એ શક્યતા દૂરની વાત બની ગઇ!

 તેનું એક કારણ એ છે કે એનડીટીવી એક જ રેખા પર ખેંચાતી જઈ રહી હતી,તેમાંથી જે તૈયાર થયાં કે તેને અનુસર્યા તે પણ તે જ દિશામાં પત્રકારત્વને વળગી રહ્યાં,એક જેવી જ દિશા દોરી અને સંચાર બિનનફાકારક અને જડ પત્રકારત્વ બન્યાં જે વ્યવસાયિક ઊણપ છેવટે નડી! હવે નવી હવા છે. નવો વેગ ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી પહેલાં બિરલા અને ગોયનકા પણ પોતાનાં મૂળ ઉદ્યોગથી અલગ પત્રકારત્વના વ્યવસાયમાં સફળ મુકામ બનાવી ચૂક્યાં છે. જો કે તે યુગ પ્રિન્ટ મીડિયાનો હતો અને સ્પર્ધા પણ ખાસ ન્હોતી!આ ઉપરાંત સદીઓથી પરંપરા સાથે ચાલતાં મીડિયા હાઉસ પરિવર્તનના નિયમને માન્ય રાખી સેબીના ધોરણે નવજીવન પામ્યાં છે તે ઉદાહરણો આપણી સામે છે!

નવી માલિકી હેઠળ નેટવર્કની સંપાદકીય સામગ્રી અને કાર્યકાળ બદલાશે કે કેમ તે સમય કહેશે. એનડીટીવી વધુ ડાબેરી હતી અને સરકારની ટીકા કરતાં શો બનાવતી હતી, જેમાં મોટા ભાગનાં લોકોનો રસ નહોતો જળવાતો. અદાણી જૂથનું વલણ સામાન્ય રહેશે અને સંપાદકીય પરિવર્તનને કારણે તટસ્થ સ્થિતિમાં જશે!સમય સાથે જે લોકો નથી વળતાં તેઓ તૂટી જાય છે. આજના યુગમાં નાના તળાવની નાની હોડી બનવા કરતાં મોટા સાગરનાં જહાજ બની સાહસ કરવાની વળાંક લેતી ઘડી છે તે ગૌતમ અદાણી જેવાં સાહસિકોને ફળે છે.દરેક વ્યવસાયમાં નીતિ અને નફા વચ્ચે સલામત નીકળવાનો રસ્તો છે,ગૌતમ અદાણી તોફાની હવામાન વચ્ચે પણ સલામતી સાથે એનડીટીવીને વિરાટ ફ્લકમાં હંકારી જશે તેમાં સંદેહ નથી!
મુકેશ ઠક્કર
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top