National

સુરત સહિત દેશના આ 40 રેલવે સ્ટેશનોને એરપોર્ટથી પણ વધુ ભવ્ય બનાવાશે

નવી દિલ્હી: દેશભરના રેલવે સ્ટેશનોને (Railway Station) કાયાકલ્પ કરવાનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે (Railway Ministry) દેશભરના મુખ્ય સ્ટેશનોના પુનઃવિકાસના કામને વેગ આપ્યો છે. ભારતીય રેલ્વેમાં (Indian Railway) આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે 40 રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ (Re Development) કરવામાં આવી રહ્યો છે અને 14 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે ટેન્ડરો પ્રક્રિયામાં છે. રિ-ડેવલપમેન્ટનું કામ આગામી 5 મહિનામાં શરૂ થવાની શક્યતા છે. દેશભરના રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસથી રોજગાર સર્જન અને અર્થતંત્રમાં વધુ સારી આર્થિક વૃદ્ધિ જેવી ઘણી સારી અસરો થશે

આવી સુવિધાઓ નવા સ્ટેશનો પર ઉપલ્બ્ધ કરાવાશે
આ સ્ટેશનોના પુનઃવિકાસમાં વિશાળ રૂફ પ્લાઝા, ફૂડ કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, બાળકો માટે પ્લેઈંગ એરિયા, સ્થાનિક ઉત્પાદનો માટે વિશેષ સ્થળ વગેરે જેવી સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનને મેટ્રો, બસ વગેરે જેવા ટ્રાન્સપોર્ટેશનના વિવિધ માધ્યમો સાથે જોડવામાં આવશે અને શહેરની બંને બાજુઓને સ્ટેશન સાથે જોડશે. તેમજ સ્ટેશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ‘દિવ્યાંગજનો’ માટે ગ્રીન બિલ્ડિંગ ટેકનોલોજી અને અન્ય સુવિધાઓ અપનાવવામાં આવશે. સ્ટેશનોને મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ વિકસાવવામાં આવશે. રેલવે મુસાફરો તેમજ સામાન્ય લોકો માટે સ્ટેશન પર ‘સિટી સેન્ટર’ જેવી સુવિધાઓ ઉભી કરાશે.

આ 40 સ્ટેશનોને ભવ્ય બનાવાશે
અયોધ્યા(યુપી), બિજવાસન (દિલ્હી), સફદરગંજ (દિલ્હી), ગોમતીનગર (યુપી), તિરૂપતિ (આંધ્રપ્રદેશ), ગયો (પૂર્વભારત), ઉધના (ગુજરાત), સોમનાથ (ગુજરાત), એર્નાકૂલમ (કેરળ), પુરી (ઓડિશા), ન્યુ જલપાઈગુડી (પં.બં), મુઝ્ફફરપુર (પૂ.ભા), લખનૌ (યુપી), ડાકણીયા તળાવ (રાજસ્થાન), કોટા (રાજસ્થાન), જમ્મુતાવી (જમ્મુ), જલંધર કેન્ટ (પંજાબ), નેલ્લોર (આં.પ્ર), સાબરમતી (ગુજરાત), ગ્વાલિયર (મ.પ્ર), ફરિદાબાદ (હરિયાણા), જયપુર (રાજસ્થાન), ભુવનેશ્વર (ઓડિશા), કોલ્લમ (કેરળ), ઉદયપુર (રાજસ્થાન), એર્નાકુલમ ટાઉન (કેરળ), જેસલમેર (રાજસ્થાન), રાંચી (ઝારખંડ), વિશાખાપટ્ટનમ (આં.પ્ર), પુડુચેરી (પુડ્ડુચેરી), કટપડી (તમિલનાડુ), રામેશ્વરમ (તમિલનાડુ), મદુરાઈ (તમિલનાડુ), સુરત (ગુજરાત), ચેન્નાઈ ઈગ્મોર (તમિલનાડુ), નવું ભૂજ (ગુજરાત), નાગપુર (મહારાષ્ટ્ર), સિકંદરાબાદ (તેલંગાણા), યશવંતપુર (કર્ણાટક), જયપુર (રાજસ્થાન).

આ સ્ટેશનોમાં ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, ટૂંક સમયમાં કામ શરૂ થશે
દિલ્હી કેન્ટ (દિલ્હી), પ્રયાગરાજ (યુપી), ગાઝિયાબાદ (યુપી), અજની (નાગપુર,મહારાષ્ટ્ર), લુધિયાણા (પંજાબ), કટક (ઓડિશા), કન્યાકુમારી (તમિલનાડુ), કાનપુર સેન્ટ્રલ (યુપી), ચંદીગઢ (ચંદીગઢ), બેંગ્લોર કેન્ટ (કર્ણાટક), નવી દિલ્હી (દિલ્હી), અમદાવાદ (ગુજરાત), સીએસએમટી (મહારાષ્ટ્ર), જોધપુર (રાજસ્થાન).

Most Popular

To Top