Madhya Gujarat

દાહોદ જિલ્લામાં ત્રણ જગ્યાએથી 3 મોટરસાઇકલની ઉઠાંતરી થઇ

દાહોદ: દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી એક સાથે ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટરસાયકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના ગામે રહેતા શંકરભાઈ સવસિંગભાઈ બારીયા એ પોતાની મોટરસાયકલ દાહોદ નગરપાલિકાના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા અજાણ્યા ચોર ઈસમોએ મોટરસાયકલનો ચોરી કરી લઇ નાસી ગયા હતા. દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો મુકેશભાઈ કાળુભાઈ માવી શહેરમાં આવેલ બસ સ્ટેશન રોડ ખાતે બેંક ઓફ બરોડા ઇન્ડિયા ખાતેના પાર્કિંગમાં પોતાની મોટરસાયકલ પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા.

દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે બનવા પામ્યો હતો જેમાં જાંબુઆ ગામે રહેતા ધવલકુમાર રાજુભાઈ રોજ છ એ પોતાની મોટરસાયકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાછળ કરી હતી.આ મોટરસાયકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી લઇ નાસી જતાં આ સંબંધે ધવલકુમાર દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top