Madhya Gujarat

કોરોના ગાઇડલાઇનમાં થોડી છૂટછાટ આપીને ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા દેવા માગણી

ગોધરા : ગોધરામાં આશરે ૭૫ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. કોવિડ 19, કોરોનાને કારણે તમામ ઉત્સવોની ઉજવણી સીમિત કરવામાં આવી રહી છે.ગુજરાત સરકાર દ્વારા કોવીડ-19ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં મૂર્તિ ૪ ફૂટ સુધીની રાખવી, ડીજે નહિ વગાડવું, કુંડાળા પાડવા, વધુ ભક્તો ભેગા નહિ કરવાના, વિસર્જન યાત્રામાં ૧૫ ભક્તો જ જોડાય વિગેરે, આ તમામ ગાઈડ લાઈનને તમામ મંડળોએ અનુસરવા જણાવ્યું હતું.

ગોધરા શહેરમાં વિવિધ સ્થળો એ ગણેશ મંડળો દ્વારા  ગણેશજીના મંડપ, પંડાલ બાધી રહ્યા હતા ત્યારે  સ્થળ ઉપર પોલીસ કર્મીઓ આવી જઈને  મંડપ નાનો કરો, મંડપ છોડી નાખો વગેરે વાત કહેતા ગણેશ મંડળો માં નારાજગી ફેલાઈ હતી. જેથી વર્ષોથી ગણેશ મંડળોને સાથ સહકાર આપતા આશિત ભટ્ટને મંડળોએ રજૂવાત કરતા તમામ ગણેશ મંડળોને સાથે રાખી એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા અને હિન્દુ રક્ષા મંચ દ્વારા જિલ્લા કલેકટર  અને જિલ્લા પોલીસ અધિક્ષ ને રજુઆત કરવામાં આવી હતી,

આશિત ભટ્ટ, દીપેશ ઠાકોર, નિર્મિત દેસાઈ રજુવાત અને માગણી કરી હતી કે હાલ ગુજરતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સંવેદનશીલ મુખ્યંત્રી વિજયભાઈ રૂપાણી છે, છતાં હિન્દુ તહેવારો ઉજવાય નહીં તે કમનસીબી કહેવાય, અમારા મંડળો  વર્ષોથી જ્યાં ગણેશજીની સ્થાપના કરે છે ત્યાં મંડપ બાધવા દેવા માં આવે, ડીજે ની જગ્યાએ નાની સાઉન્ડ સિસ્ટમ મૂકવા દેવા માં આવે, ડીજે વગર પરંપરાગત રૂટ પર ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવા દેવા માં આવે કેમ કે ગણેશ ભક્તો ખુબ આસ્થા, શ્રદ્ધા, ભક્તિ પૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાય છે અને સરકાર  ની ગાઈડ લાઈન મુજબ બધા મંડળોએ  ઉત્સવ ઉજવવા તૈયારી બતાવી છે. ત્યારે પ્રશાસને અને  સરકારે પણ ગણેશ ભક્તો ની શ્રદ્ધા આસ્થા ની કદર કરવી જોઈએ.

Most Popular

To Top