Entertainment

IFFI જ્યુરીના વડાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ‘વલ્ગર પ્રોપેગન્ડા’ ગણાવ્યો, અનુપમ ખેરે આપ્યો જવાબ

નવી દિલ્હી: વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મ (Film) ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફરી એકવાર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી છે. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. કારણે કે IFFIના જ્યુરીએ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે વિવાદીત ટીપ્પણી આપતા બોલિવુડમાં માહોલ ગરમાયો છે. ફિલ્મના નિર્દેશક તેમજ ફિલ્મના એક્ટર્સ નિવેદન બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ફિલ્મ ‘ધ કાશ્મીર ફઇલ્સ’ને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી હેડ નદવ લેપિડે ફિલ્મને ‘વલ્ગર પ્રોપેગન્ડા’ ગણાવી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. અનુપમ ખેર બાદ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા પણ આવી છે. તેમજ ફિલ્મની ટીકા કરનારાઓ પર વળતો જવાબ પણ આપ્યો છે.

વિવેક અગ્નિહોત્રીએ શું લખ્યું?
વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને લખ્યું- ગુડ મોર્નિંગ, સત્ય સૌથી ખતરનાક વસ્તુ છે. તે લોકોને જુઠ્ઠા બનાવી શકે છે. #CreativeConciousness, વિવેક અગ્નિહોત્રીએ IFFI જ્યુરી હેડ નાદવ લેપિડને થોડા શબ્દોમાં પોતાનો મુદ્દો રાખીને જવાબ આપ્યો છે. આ સાથે જ અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે લખ્યું છે કે, ‘જૂઠની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય. સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે.

અશોક પંડિતે શું કહ્યું?
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને વલ્ગર પ્રોપેગન્ડા કહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે IFFI જ્યુરી હેડ પર આકરા પ્રહારો કર્યા અને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું. તેમના નિવેદનને કાશ્મીરીઓ અને આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈની મજાક ઉડાવનારું ગણાવ્યું છે. અશોક પંડિતના મતે નવદ લેપિડને IFFI જ્યુરીનું વડા બનાવવું એ સૌથી મોટી ભૂલ હતી. આ માટે ફિલ્મ નિર્માતાએ મંત્રાલયને પણ જવાબદાર ઠેરવ્યું હતું. અભિનેતા રણવીર શૌરીએ નદવ લેપિડના નિવેદનને ખોટું ગણાવ્યું છે.

IFFI જ્યુરી હેડના સમર્થનમાં સ્વરા ભાસ્કર
બીજી તરફ ઈઝરાયેલના ફિલ્મમેકર નદવ લેપિડના સમર્થનમાં ઘણા લોકો આવ્યા છે. સ્વરા ભાસ્કરે આ બાબતે ખુલ્લીને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે, તેણે નદવ લેપિડને ટેકો આપ્યો છે. સ્વરા ભાસ્કરે ધ કાશ્મીર ફાઇલ્સ પર IFFI જ્યુરી હેડના નિવેદન સાથે જોડાયેલા સમાચારની લિંક શેર કરી હતી. આ સાથે જ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું- દેખીતી રીતે જ દુનિયા માટે તે ખૂબ જ સ્પષ્ટ છે…

બાય ધ વે, સ્વરા ભાસ્કરની આવી પ્રતિક્રિયા આશ્ચર્યજનક નથી. સ્વરાએ ફિલ્મને રિલીઝ થયા બાદ પ્રોપેગન્ડા ગણાવી હતી. અભિનેત્રી શરૂઆતથી જ કાશ્મીર ફાઇલ્સ વિરુદ્ધ બોલતી રહી છે. સ્વરા ભાસ્કર આ ફિલ્મની ટીકા કરવામાં સામેલ છે. IFFI જ્યુરીના વડાને સ્વરાના સમર્થન પર લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા લોકોએ સ્વરાનું સમર્થન કર્યું છે તો કેટલાકે અભિનેત્રીની નિંદા કરી રહ્યા છે.

નવદ લેપિડના કયા નિવેદને હંગામો મચાવ્યો?
IFFI ઈવેન્ટના છેલ્લા દિવસે ઈઝરાયેલના ફિલ્મમેકરે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર નિશાન સાધ્યું હતું. તેમના મતે આ ફિલ્મ ‘વલ્ગર પ્રોપેગન્ડા’ હતી. નવદ લેપિડે કહ્યું કે આ ફિલ્મ જોઈને ચોંકી ગયો છું. તેણે કહ્યું- અમે બધા ચિંતિત છીએ. આ ફિલ્મ અમને ‘પ્રચાર, અશ્લીલ ફિલ્મ’ જેવી લાગી. હું મારી લાગણીઓને ખુલ્લેઆમ શેર કરવા માટે સંપૂર્ણપણે કમ્ફર્ટેબલ છું. તેણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ ચર્ચા છે, જે ખચકાટ વિના થવી જોઈએ.

Most Popular

To Top