Entertainment

5 વર્ષમાં એક તો ફિલ્મફેર હાંસલ કરીશ જ : ગાયત્રી ભારદ્વાજ

મિસ ઈન્ડિયાનો ભાગ રહી ચૂકેલી સુંદર અભિનેત્રી ગાયત્રી ભારદ્વાજ તેની ડેબ્યૂ મોટી ફિલ્મ ‘ઈત્તુ સી બાત’ માટે ઘણી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ગાયત્રી આ પહેલા ભારતના સૌથી મોટા યુટ્યુબ ક્રિએટર ભુવન બામ સાથે ‘ધીંડોરા’માં પણ કામ કરી ચુકી છે. આ સિવાય તે જલ્દી જ તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર રવિ તેજા સાથે ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’માં પણ જોવા મળશે. ઇન્ટરવ્યુ દરમિયાન અમે તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે ખૂબ જ રસપ્રદ બાબતો શેર કરી, જેના અંશો પ્રસ્તુત છે.

તમે ભુવન બામની વેબ સિરીઝ ‘ધીંડોરા’થી અભિનયની શરૂઆત કરી હતી. હવે તમે ‘ઇત્તુ સી બાત’ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહ્યા છો, ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?
મને ખબર ન હતી કે લોકોને ‘ધીંડોરા’ આટલી ગમશે. ભુવનના ચાહકો ખૂબ જ લોયલ છે. તેમણે મને એટલો પ્રેમ આપ્યો જે મેં વિચાર્યો ન હતો. ‘ધીંડોરા’ પછી કહેવાય છે કે જ્યારે સ્ટાર્સ સારા હોય છે ત્યારે કામ મળે છે. જ્યારે ‘ધીંડોરા’ રીલિઝ થઈ ન હતી, ત્યારે મેં ઘણાં ઓડિશન આપ્યા હતા અને જ્યારે લક્ષ્મણ સર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે, તેમણે ‘લુક્કા છુપ્પી’, ‘મિમી’ જેવી ફિલ્મો બનાવી છે અને તેઓ પોતે પણ આટલા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. મને તેની સાથે કામ કરવાની તક મળી રહી છે. તેથી મેં વિચાર્યું કે મારે તેના માટે ઓડિશન આપવું જોઈએ અને મેં તેના માટે ઘણી મહેનત કરી. તેમને મારું કામ ગમ્યું પછી શૂટિંગ શરૂ થયું અને ફિલ્મનો અનુભવ ઘણો સારો રહ્યો.

તમે પહેલીવાર આટલી મોટી ફિલ્મમાં કામ કરી રહ્યા છો, તમે સૌથી વધુ શેના વિશે નર્વસ હતા?
કોઈ પણ અભિનેતાના મનમાં એ વાત હોય છે કે આપણે લોકોનું મનોરંજન કરી શકીશું કે નહીં અને મનોરંજન એ કલાકારોની સૌથી મોટી ગુણવત્તા છે. હવે લોકોને ‘ઈત્તુ સી બાત’ કેટલી પસંદ આવે છે અને મારું કામ કેટલું લોકોને પસંદ છે એ જોવાનું રહ્યું!

શું તમે માનો છો કે તમે ફિલ્મમાં અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે તમારી જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરી લીધી છે?
તૈયારી મને ખબર નથી કરી છે કે નહીં, પરંતુ જો તમે પ્રમાણિકતાથી કામ કરશો તો વસ્તુઓ આગળ વધે છે અને લોકો ચોક્કસપણે સ્કિન પર નિહાળે છે. હું સાઉથની આગામી ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’ કરી રહી છું, તેમાં મારો અભિનય જોવા મળશે. હું તેમાં નર્વસ છું, કારણ કે તે એક અલગ ભાષાની ફિલ્મ છે. તે તેલુગુ ભાષાની ફિલ્મ છે. અત્યારે મારી આદત હિન્દીમાં વાત કરવાની છે. અત્યાર સુધી મેં જે પણ વેબ સિરીઝ, ફિલ્મ કરી છે તે હિન્દીમાં છે. તેથી તૈયારીઓ ચાલુ છે. મારી આગામી તેલુગુ ફિલ્મ માટે!
આગામી 5 વર્ષમાં તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો?
આગામી 5 વર્ષમાં 5 જેટલા ફિલ્મફેર જીતવા માગું છું. (હસે છે) જો હું 5 ફિલ્મોનો ધ્યેય રાખું, તો મને કદાચ એક મળી જાય અને મારે માત્ર પૈસા કમાવવા માટે કામ નથી કરવું પણ મારે મારા કામને યોગ્ય ઠેરવવું છે!

તમારી અભિનય કારકિર્દી વિશે તમારા માતાપિતા કેટલા સપોર્ટિવ છે? શું તમે પરિવાર પ્રત્યે તમારી કારકિર્દી પર કોઈ દબાણ અનુભવ્યું છે?
કર્યો છે. તેમને શરૂઆતમાં ઘણી શંકાઓ હતી. મેં મારા બાળપણમાં ફિલ્મો જોઈને મને પ્રેરણા મળી કે હવે મારે આ જ કરવાનું છે. મોડેલિંગ ઉદ્યોગમાં પ્રવેશ કરવો, મોડલ બનવું છે અને મિસ ઈન્ડિયામાં ભાગ લેવા છે, પરંતુ મારા માતાપિતાએ કહ્યું કે પહેલા અભ્યાસ કરો પછી આગળ જોઈશું. પછી હું ડેન્ટિસ્ટ બની, પછી મેં મિસ ઈન્ડિયામાં ભાગ લીધો. કારણ કે મેં ત્યારે અભ્યાસ પૂરો કરી લીધો હતો અને મેં માતાપિતાને બોલવાની તક આપી ન હતી. કારણ કે મેં તેમની શરત પૂરી કરી હતી. પાછળથી હું જેટલી આગળ વધતી ગઇ તેટલો જ તેને મારા પર ગર્વ વધતો ગયો.
અમને તમારા આગામી પ્રોજેક્ટ વિશે કહો?
હું રવિ તેજા સાથે સાઉથની એક ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જેની સાથે હું કામ કરી રહી છું અને આ ફિલ્મ પેન ઈન્ડિયા દ્વારા રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ મારું શેડ્યૂલ ઓગસ્ટમાં શરૂ થશે. •

Most Popular

To Top