National

‘મને ભારત પરત આવવા લાયક રાખી નથી’, અંજુનું છલકાયું દર્દ

નવી દિલ્હી: ઈસ્લામ અપનાવીને નસરુલ્લા સાથે લગ્ન કરીને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ કહ્યું કે તે ભારત આવવા લાયક રહી નથી. ભારતમાં હવે કોઈ તેને સ્વીકારશે નહીં, તે ક્યાં જશે? મારી ગેરંટી કોણ લેશે? અંજુએ કહ્યું કે તે પાકિસ્તાનમાં સુરક્ષિત છે. કોઈનું દબાણ નથી, હું સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જીવું છું.

તમને જણાવી દઈએ કે 21 જુલાઈના રોજ રાજસ્થાનના ભીવાડીની રહેવાસી અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકોને છોડીને ચાલી ગઈ હતી. અંજુએ તેના પતિને કહ્યું હતું કે તે તેના મિત્રને મળવા જયપુર જઈ રહી છે. અંજુ જે કંપનીમાં કામ કરતી હતી ત્યાં તેણીએ કહ્યું કે તે તેની બહેન સાથે રહેવા માટે ગોવા જઈ રહી છે.

ત્યાર બાદ અંજુ ભીવાડીથી દિલ્હી, દિલ્હીથી અમૃતસર અને પછી વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી ગઈ હતી. આ દરમિયાન અંજુ તેના પતિ અરવિંદ સાથે વોટ્સએપ પર વાત કરતી રહી. જ્યારે તે પાકિસ્તાન પહોંચી તો તેના પતિને પૂછવા પર તેણે કહ્યું કે હું લાહોરમાં છું, થોડા દિવસોમાં આવીશ. જ્યારે અંજુ પાકિસ્તાન પહોંચી તો ત્યાં તેનું સ્વાગત ખૈબર પખ્તુનખ્વાના રહેવાસી 29 વર્ષીય નસરુલ્લાએ કર્યું હતું.

પાકિસ્તાનમાં ઈસ્લામ અપનાવ્યા બાદ અંજુનું ઈસ્લામિક નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. અંજુ અને નસરુલ્લાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લગ્ન કર્યા હતા, જેના લગ્નના પુરાવા પણ સામે આવ્યા છે. મલાકુંડ ડિવિઝનના ડીઆઈજી નાસિર મહમૂદ દસ્તીએ અંજુ અને નસરુલ્લાના લગ્નની પુષ્ટિ કરી છે. બંનેના લગ્ન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ડીઆઈજી માલકુંડની કોર્ટમાં થયા હતા, ત્યારબાદ અંજુને પોલીસ સુરક્ષામાં નસરુલ્લાના ઘરે લઈ જવામાં આવી હતી.

અંજુના ઈન્ટરવ્યુના અંશો

સવાલ: તમે બે દિવસમાં ભારત આવવાના હતા. ભારતમાં શું થઈ રહ્યું છે તે વિશે તમે મૌન છો, મને કહો કે તમે ક્યારે આવશો? તમને કોઈ સમસ્યા છે?
અંજુ: મને કોઈ તકલીફ નથી. તમે લોકો ત્યાં શું બોલો છો તેની મને જાણ છે. મને ભારત પરત આવવા લાયક રાખી નથી. ત્યાં મારી ગેરંટી કોણ લેશે? ન તો મારા સંબંધીઓ સ્વીકારશે, ન મારા બાળકો, તો હું ક્યાં જઈશ? મને આવવા લાયક રાખી નથી.
સવાલઃ શું તમારા પર કોઈ દબાણ છે, નસરુલ્લા તમને રોકી રહ્યા છે, શું તમને ત્યાંથી કોઈ ધમકી મળી છે?
જવાબ: મારી પર કોઈ દબાણ નથી. હું સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જીવું છું. સોશિયલ મીડિયા પર મારા વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. હું આ અંગે પગલાં લઈ શકું છું.
સવાલ: તમે પાકિસ્તાનમાં છુપાઈ ગયા છો, અને મીડિયા પર બાળકોને રડાવવાનો આરોપ લગાવી રહ્યા છો?
જવાબ: પાકિસ્તાનમાં કોણ નથી આવતું, પ્રવાસીઓ પાકિસ્તાનમાં નથી આવતા? હું અહીં આવી છું, તો બધા લોકોએ કેમ મુશ્કેલી ઊભી કરી છે.
પ્રશ્ન: તમારા મગજમાં શું છે? શું તમે મૂંઝવણમાં છો? લગ્નની વાત સામે આવી. હવે તમે ખોટું બોલો છો.
જવાબ: જુઓ, મારી અંગત જિંદગી છે. હું તે અંગે હું કહેવા માંગતી નથી. નાહકના મારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દીધા છે. હું સ્વતંત્ર છું, મારે શું કરવું જોઈએ. શું નહીં. તે હું નક્કી કરીશ. . મારા પતિને મેં લાંબા સમયથી છોડી દીધા છે. એમના શબ્દો પરથી એમ ન કહી શકાય કે તેઓ મારા વિશે કશું જાણતા નથી?

Most Popular

To Top