National

VIDEO: મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: 11 વાહનો અથડાયા, કારની ઉપર કાર ચઢી ગઈ

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (MumbaiPuneExpressWay) પર એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. અહીં એક પછી એક 11 વાહનો અથડાયા છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બીજી કાર કારની ઉપર ચઢી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં કોઈના મોતની માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે એક્સપ્રેસ વે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ઘણી કાર જમીન પર પટકાઈ છે. ટ્રકો પણ કાર સાથે અથડાઈ છે. અનેક વાહનોનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એનએચએઆઈની ટીમ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક્સપ્રેસ વે પર જામ ન થાય તે માટે ધીમે-ધીમે વાહનો હટાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે મુખ્ય માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલમાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઈ નથી કે આ અકસ્માત કયા કારણોસર થયો હતો.

Most Popular

To Top