National

સુદાનમાં એક વ્યક્તિનું મોત, 670 ભારતીયોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા

નવી દિલ્હી: સુદાનમાં રહેતા અંદાજે 3,400 ભારતીય નાગરિકોમાંથી 1700થી વધુ નાગરિકોને જોખમ ધરાવતાં વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે અને 600 થી વધુ લોકો સુરક્ષિત ભારતમાં પહોંચી ચુક્યા છે. દરમિયાન સુદાનની રાજધાની ખાર્તૂમમાં ચાલી રહેલા આ સંઘર્ષની વચ્ચે એક ભારતીયનું મોત થયું છે. જેની માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે ‘સુદાનમાં ગ્રાઉન્ડ સ્થિતિ અસ્થિર છે અને ભારતે સતત પ્રયત્ન ર્ક્યો છે પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધીમાં હિંસાગ્રસ્ત સુદાનમાંથી 670 ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડવામાં આવ્યા છે.’

બુધવારે રાતે એક ચાર્ટર્ડ વિમાનથી 360 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. તેમજ, ભારતીય વાયુ સેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનથી 246 ભારતીયોને મહારાષ્ટ્ર મોકલવામાં આવી રહ્યું છે. હાલમાં કુલ 495 ભારતીય જેદ્દામાં છે. સાઉદી અરબમાં તૈનાત ભારતીય વાયુસેનાના બે C-130J વિમાન અને નૌસૈનિક જહાજને તેમના વાપસી માટેનું કામ કરી રહ્યા છે.

મંગળવારે યુદ્ધ જહાજ INS સુમેધા પોર્ટ સુદાનથી 278 ભારતીયોને લઈને જેદ્દા પહોંચ્યું હતું. જ્યારે 256 લોકોને C-130J વિમાનથી લાવવામાં આવશે. ક્વાત્રાએ કહ્યું કે, સુદાનમાં મૂળ ભારતના 1,000 લોકોનું ઘર છે. તેમના પરિવાર ત્યાંથી 100 થી વધુ વર્ષોથી રહી રહ્યા છે. અમે તેમણે પણ સુરક્ષિત ક્ષેત્રોમાં લઈ જવા માટે તૈયાર છે.

સેના અને અર્ધસૈનિક દળોમાં હિંસા ચાલી રહી છે
સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળોની વચ્ચે વિવાદના કારણે હિંસા શરૂ છે. હિંસાના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. સુદાનમાં અંદાજે ત્રણ હજાર ભારતીય ફસાયેલા છે, જેમને હિંસાગ્રસ્ત સુદાનથી બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે.

સુદાનથી ભારત આવેલા એક ભારતીય નાગરિકે ત્યાંની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, સુદાનમાં ઘણી મુશ્કેલીથી ખાવાનું મળી રહ્યું છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આના પર અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, અમે સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં બનેલા હતા અને બસોની વ્યવસ્થા માટે કહી રહ્યા હતા. કેમ કે અમારી પાસે પર્યાપ્ત માત્રામાં ડીઝલ હતું. ત્યાર બાદ ભારતીય સેનાએ અમારા સુધી પહોંચીને અમને સુરક્ષિત ભારત પાછા લાવ્યા હતા. RSFના ટેન્ટ અમારી કંપનીની પાસે લાગેલા હતા. RSFના સુરક્ષા દળ જબરદસ્તી અમારી કંપનીમાં ઘુસી ગયા અને અમારી છાતી પર રાઈફલ લગાવીને પૈસા અને મોબાઈલની ચોરી કરી હતી.

Most Popular

To Top