Charchapatra

મેરેજ બ્યુરોનું આજા ફસાજા

આજે દરેક સમાજમાં લગ્ન લાયક કન્યાઓની ભારે કમી છે. 100 પુરુષ સામે 50 કન્યા મળવી મુશ્કેલ છે. કન્યાઓમાં હવે ભણતર અને નોકરીનું પ્રમાણ વધ્યું છે તેથી આર્થિક રીતે પગભર થતાં જલ્દી લગ્ન કરતી નથી. આમ કન્યાઓની ભારે અછત સર્જાઇ છે. જેને કારણે સારા સંસ્કાર પરિવારોના મહેનતુ કમાઉ યુવાનોને ય મોટી ઉંમર સુધી લગ્ન માટે કન્યાઓ મળતી નથી. જેના સામાજીક સ્તરે ઘેરા અને ખતરનાક પરિણામો આવશે. બીજી બાજુ કન્યાઓની આ કમીનો ફાયદો ઉઠાવવા લેભાગુ મેરેજ બ્યુરોનો રાફડો ફાટયો છે. લગભગ તમામ મેરેજ બ્યુરોવાળા કુંવારા યુવાનોને ફસાવવા અખબારમાં ટચુકડી લગ્ન જાહેરાતો આપે છે.

જેમા સારી જાતીની ભણેલી કુંવારી કન્યાઓ દર્શાવાય છે અને જેવો કોઇ યુવક કે એના પરિજનો માહિતી મેળવવા ફોન કરે એટલે સભ્ય બનવા જણાવાય છે. 1500થી 7500 રૂા. સુધીના પ્લાન બતાવાય છે. સાથે વ્હોટસએપ ઉપર 10/12 સુંદર કન્યાઓના ફોટા મોકલાય છે. જેનાથી પ્રભાવિત થઇ રૂા. ભરો એટલે જાત જાતના ખેલ ચાલુ થાય છે. વિડીયો કોલીંગ- ચેટીંગ જેવા નાટકો થાય. દર 6/12 મહિને રૂા. ભરતા જાવ. આ માત્ર રૂા. ખંખેરવાનો ધંધો છે. માટે મેરેજ બ્યુરો દ્વારા અખબારોમાં અપાતી કન્યાઓની જાહેરાતોમા ફસાઇને કયાંય રૂા. ભરશો નહીં. સુરતમા એક હિંદુ સંસ્થા આવો જ ઠગવાનો ધંધો કરે છે અને દર પુનમે મેળાવડો યોજવાની વાત કરી લોકોને ઠગે છે. રૂા. ભર્યા પછી જવાબેય ન મળે તું કોણ ને હું કોણ? માટે સાવધ રહો.

સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મતદાન ફરજીયાત કરો
આપણો મત એ આપણો અધિકાર છે. મતદાન કરવું એક પ્રકારની રાષ્ટ્રસેવા છે. મતદાન કરીને આપણે અભિપ્રાય આપીએ છે. આપણા દેશની લગામ કોના હાથમાં સોપવી એનો નિર્ણય આપણે મતદાન કરીને આપીએ છે. મતદાન ફરજીયાત કરવું જોઇએ. આપણા દેશમાં લગભગ 95 કરોડ મતદાતા હશે પણ 65 ટકા લોકો જ મતદાન કરે છે. લગભગ 30 ટકા જેટલું મતદાન નથી થતું.  અમુક લોકોમાં આક્રોશ હોય છે અમુક લોકો પોતાની ફરજ નથી સમજતા કેટલાક લોકોમાં ઉદાસીનતા હોય છે. મતદાન માટે જનજાગૃતી લાવો અને અવશ્ય મતદાન કરો. ઘણા દેશમાં મતદાન 95 ટકા જેટલું થાય છે. લગભગ ફરજીયાત બનાવી દીધું છે. આપણા દેશમાં પણ આ ઝૂંબેશ કરવી જોઇએ ફરજીયાત મતદાન કરીને દેશું ભવિષ્ય ઊજ્જવળ બનાવવામાં ભાગીદાર બનો.
સુરત     – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top