Comments

હિંદુત્વ જ્ઞાતિની પૂજા કરાવવા માંગે છે પણ…

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બંધારણીય સુધારા નં. 103ને માન્ય રાખ્યો છે અને તેને આપણા મધ્યમ વર્ગ એટલે કે હિંદુત્વના મતદારોએ આવકાર્યો છે. તમામ માટે અનામત ખોલવાનો નિર્ણય એવો મત દર્શાવે છે કે હિંદુત્વ સમાવિષ્ટ છે. અન્ય પક્ષો જ્ઞાતિવાદ તરફ ચોક્કસ રીતે વર્તવાની ટેવ ધરાવે છે પણ આ વિચારણા છે. ભારતીય જનતા પક્ષ જ્ઞાતિવાદથી પર છે. તે જ્ઞાતિવાદનો ઇન્કાર કરે છે નહીં તો હિંદુ સમાજમાં તે મુખ્ય ધારા સાથે શું સંબંધ ધરાવે છે?

અન્ય વિચારધારાઓની જેમ હિંદુત્વ પણ રાષ્ટ્રવાદ પર આધારિત છે અને ધર્મ શ્રધ્ધાળુઓ પેદા થાય છે પણ વિચારકો ઝાઝા નહીં, તેની વિચારસરણી પર 1940થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નેતૃત્વ કરનાર અને હિંદુત્વની વિચારધારા અને તેની સફળતા માટે જવાબદાર એમ.એસ. ગોલવલકરનું વર્ચસ્વ છે. વડા પ્રધાને ગોલવલકરનું જીવનવૃત્તાંત વર્ણવ્યું છે, જેમાં તેમણે ગોલવલકરને બુધ્ધ, મહાવીર અને આંબેડકર સાથે સરખાવ્યા છે. જ્ઞાતિનું હિંદુત્વ દૃષ્ટિબિંદુ હોય તો તે ગોલવલકર પાસેથી આવે છે. ગોલવલકરનું એક મુખ્ય પુસ્તક છે: બંચ ઓફ થોટસ. નામ જ દર્શાવે છે કે આ વિચારસમૂહ એકત્ર નહીં પણ વિસ્તીર્ણ છે અને તેમાં તેમને ‘જન્મથી જ ભારતના દુશ્મન’ એવા લઘુમતી સમાજ પ્રત્યે કેટલો અણગમો છે તે બહાર આવે છે.

તેઓ કહે છે કે હિંદુઓ એટલે એવાં લોકો જેમને ‘ભગવાનના સાક્ષાત્કાર માટેની ઝંખના’ હોય. આમ છતાં આ ભગવાન એ નથી જેને મોટે ભાગે ઓળખે છે પણ તે જીવંત ભગવાન છે અને મૂર્તિ આકારે નથી તે નિરંજન અને નિર્ગુણ છે એટલે ફરી પાછા ઠેરના ઠેર. મૂર્તિ પૂજા પ્રવૃત્તિથી સભર આપણાં લોકોને સંતોષતી નથી. આપણને જીવંત ભગવાન જોઇએ છે જે આપણને કર્મમાં જોડે અને આપણામાંની શકિતને જગાવે. આ જીવંત ભગવાન ભારત રાષ્ટ્ર છે અને તેમાં તમામ સમુદાયનો નહીં, પણ એક જ સમુદાયનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે આપણાં લોકો આપણા ભગવાન છે એમ એવું આપણાં પ્રાચીન લોકોએ કહ્યું છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદે કહ્યું કે માનવસેવા કરો, પણ માનવ એટલે શું? કેટલી મોટી વ્યાખ્યા છે? અહીં માનવ એટલે હિંદુ. આપણાં પ્રાચીન લોકોએ હિંદી શબ્દ વાપર્યો નહતો પણ તેમણે કહ્યું હતું કે સૂરજ અને ચંદ્ર પ્રભુની આંખો છે, તારા અને આકાશનું સર્જન તેમની નાભિમાંથી થયું છે અને બ્રાહ્મણ તેમનું મસ્તક છે. ક્ષત્રિયો હાથ છે, વૈશ્યો જાંઘ છે અને શુદ્રો પગ છે. આ  ચતુર્વણ ધરાવનાર લોકો આપણા ભગવાન છે.

આમ આ સમાજની સેવા તે માનવસેવા છે. જાતને બદલે આ જ્ઞાતિ આધારિત સમાજની પૂજા થવી જોઇએ. ગોલવલકરના મતે જ્ઞાતિ આધારિત સામાજિક સમાજવ્યવસ્થા ભેદભાવ નથી. જ્ઞાતિઓમાં ઉચ્ચનીચના ભેદભાવ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિમાં માનતા બ્રિટીશરોએ પાડયા છે. ગીતા કહે છે કે જ્ઞાતિ આધારિત ફરજ બજાવતાં લોકો ભગવાનની પૂજા કરે છે. ખરેખર તેમણે જ્ઞાતિપ્રથાને વિદ્વંસક સ્વરૂપે જોવાને બદલે ભારત માટે લાભદાયક દૃષ્ટિએ જોઇ હતી. દલિત વિદ્વાન ચંદ્રભાણે કહ્યું છે કે હજારો વર્ષ સુધી માત્ર બ્રાહ્મણોએ જ જ્ઞાન પર અધિકાર રાખ્યો અને તેથી પૃથ્વી પર માત્ર ભારતમાં જ સૌથી વધુ નિરક્ષરો છે અને ક્ષત્રિયોની ભારતનું રક્ષણ કરવાની જવાબદારી હતી પણ ભારત જ દુનિયામાં સૌથી વધુ આક્રમણોનો ભોગ બનનાર સ્થાન બન્યું અને વૈશ્યો વેપારવણજનું કામ સંભાળતા હતા અને ભારત પૃથ્વી પર સૌથી ગરીબ રાષ્ટ્ર બન્યું.

તેઓ કહે છે કે જ્ઞાતિ પ્રથા આપણા પતન માટે જવાબદાર નથી. પૃથ્વીરાજ ચૌહાણને તેમની જ જ્ઞાતિના સગા જયચંદે હરાવ્યો હતો. રાણા પ્રતાપને ભગાડવાનું કામ માનસિંહનું હતું અને 1918માં પૂણેમાં હિંદુઓનો પરાજય પેશ્વાઓના જ એક સાથીના હાથે થયો જેણે બ્રિટીશ ધ્વજ લહેરાવ્યો. ગોલવલકર લખે છે કે ભારત ઇસ્લામની આગેકૂચનો પ્રતિકાર કરવા સમર્થ હતું પણ અફઘાનીસ્તાન એક બૌધ્ધ ભૂમિ હતી અને જ્ઞાતિયુકત હતી. તે મુસ્લિમ થઇ ગઇ. જ્ઞાતિને કારણે જ હિંદુઓ ટકી રહ્યા છે.

તેમને લાગે છે કે જ્ઞાતિ વિભાજનને કારણે આર્થિક શકિત (વૈશ્ય)ને રાજય (ક્ષત્રિય)ના હાથમાંથી દૂર રાખી તેનાથી તમામ રાજકીય સત્તા પેદા કરવાથી લોકો વંચિત રાખ્યા અને આ સત્તા પર બ્રાહ્મણ સ્વરૂપે નિ:સ્વાર્થ માણસો દેખરેખ રાખવામાં આવતી હતી. આ લોકો આધ્યાત્મિક શકિતના કારણે આ બે વર્ગોમાંથી કોઇ પણ ખોટું કરતા પહેલાં વિચારે. જ્ઞાતિવાદ વિશે ગોલવલકરને એ જ વિચારો હતા જે આજના મધ્યમ વર્ગને છે કે અનુસૂચિત જાતિ/જનજાતિ જેવા શબ્દો વાપરવાથી ભેદભાવ પેદા થાય છે. બધાને હિંદુઓ જ કેમ ન કહેવા? ગોલવલકરના મતે મંદિરોમાં પ્રવેશની સમસ્યા ભેદભાવ નથી  પણ ગુપ્તતા જાળવી રાખવાની છે. દલિતો પોતાની પશ્ચાદ્ભૂ નહીં જણાવે તો પૂજારીઓ તેમને પૂજા કરવા દેશે. ભારતમાં દલિતો પરના અત્યાચારની વાતો અતિરેકભરી છે.

ઉત્તર પ્રદેશમાં એવા સમાચાર હતા કે ‘હરિજનો પર સવર્ણ હિંદુઓએ હુમલા કર્યા પણ કયાં કોઇ સવર્ણ હિંદુનો પરિવાર જ નહોતો રહેતો. ‘દેખીતી રીતે હરિજનો પરના મુસલમાનોના હુમલાને જુલ્મનો વિકૃત રંગ અપાય છે. મને લાગે છે કે આ પદ્ધતિસરના અને સૂક્ષ્મ પ્રચાર પાછળ વિદેશી હાથ છે નહીં તો આવા સમાચારને શા માટે પ્રાધાન્ય મળે?’ તો આ વિચારધારાએ બંધારણનો 103મો સુધારો કરાવ્યો છે જે જ્ઞાતિથી ઉપર અનામતને મૂકશે. હકીકત એ છે કે હિંદુત્વ ભારતીઓને જ્ઞાતિ પૂજા કરાવવા માંગે છે પણ તેના વિશે વાત નથી કરવા દેવા માંગતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top