ચૂંટણી પરિણામોની ચર્ચા પૂરી થઈ હોય તો ગુજરાતની ગરમીમાં ઘરમાં બેઠાં થોડી રોજિંદા જીવનની પણ ચર્ચા અને ચિંતા કરીએ? બોલો શેની ચિંતા કરવી? અમદાવાદમાં ટોળાંઓ દ્વારા થતી જાહેર હિંસાની? નિવૃત્ત કર્મચારીઓના અટવાયેલા પેન્શનની? કે ગુજરાત ભાજપમાં મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેની? ખરી વાત તો એ છે કે ચારે તરફ અરાજકતા છે, અનિર્ણાયકતા છે. આપણે માત્ર છૂટક ઘટનાઓની ચર્ચા કરીએ છીએ અને પછી ભાજપ કોન્ગ્રેસમાં વહેંચાઈ જઇએ છીએ. હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ સત્તામાં છે પણ શાસનમાં નથી.
સત્તામાં હોવું અને શાસનમાં હોવું તે બાબતમાં ફેર છે. રીક્ષાવાલાનાં યુનિયન, સ્કૂલ સંચાલકોનાં યુનિયન, બિલ્ડર લોબી, નેતાઓ અને અધિકારીઓના મળતિયાની હોસ્પિટલ અને શાળા કોલેજો…આ બધાને સતત ખુશ રાખીને ચૂંટણી જીતી જવાય છે, બાકી વિરોધ કરો તો ઘરભેગાં થવાનો વારો આવે. આ તો ઉપરાઉપરી દુર્ઘટના બની એટલે આપણે જાગ્યા, પણ જાગ્યા ત્યારે ખબર પડી કે એમ જાગીને તરત નિયમના ડંડા પછાડી શકાય તેવી આપણી હાલત નથી. કોઇ પણ સરકાર રાતોરાત નિયમ મુજબ દેશ ચલાવવા જાય તો દેશ ઊભો રહી જાય.
આ સ્થિતિને જ અરાજકતા કહેવાય. બૌદ્ધિક લોકો આને અનિવાર્ય દૂષણ ગણે છે, પણ મૂળ આ ચાલક રાજનેતાઓ અને સ્થાપિત હિતોની રાજરમત છે. ક્યાં જશે? એવો સ્પષ્ટ મત તે ધરાવે છે. પ્રજા જ જાતે કહેશે કે રહેવા દો કાયદા નથી પાળવા. ચાલે તેમ ચાલવા દો. પણ ખરેખર આવું હોવું ના જોઈએ. પ્રજાએ પોતે પોતાના પ્રશ્નો માટે જાગવું જોઈએ. આ બની તે ઘટનાઓ ભૌતિક છે. આ સિવાય પણ ઘણું અભૌતિક આપણી આજુબાજુ બની રહ્યું છે તેના માટે આપણે જાગૃત સમજ કેળવવી પડશે.
સરકાર ખરેખર નક્કી કરે કે નકશામાં મંજૂરી લીધી હોય તે સિવાયનાં બાંધકામ બ્લોક કરવાં, પુસ્તકાલય, રમતમેદાન ના હોય તે નિયમ અનુસાર પગાર ના આપતા હોય તે શાળા કોલેજો બંધ કરવા, પૂરતી સગવડ વગરનાં સિનેમાઘર બંધ કરવાં. રસ્તા પરનાં ગેરકાયદે બાંધકામ દબાણ દૂર કરવાં, સોશ્યલ મીડિયામાં નફરત ફેલાવતાં ખરાં તત્ત્વો જેર કરવાં, દારુની હેરાફેરી સદંતર રોકી દેવી. માત્ર પી.યુ.સી. સર્ટિ. નહીં, ખરેખર ચેકિંગ કરીને પ્રદૂષણ ફેલાવતાં વાહનો રોકવાં, ગેરકાયદે વાહનવ્યવહાર, શટલ ગાડીઓ રોકી દેવી ….લીસ્ટ લાંબુ છે પણ એટલું ચોક્કસ છે કે છેલ્લાં વર્ષોમાં આપણા જાહેર જીવનમાં આપણે કાયદા નેવે મૂકીને જીવન ચલાવ્યું છે કે કાયદો પાળવો અને નિયમમાં રહેવું હવે પોષાય તેવું નથી.
ગુજરાતનાં નાગરિકોની ચિંતાનો ખરો વિષય છે. કોન્ટ્રાકટ સિસ્ટમમાં યુવાનોનું થતું શોષણ, સરકારી નોકરીઓનો અભાવ, વધતા જતા ભાવ, પાયાની, સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગીકરણ આપણી ચિંતાનો વિષય છે જ. જીવવું મોંઘું છે, માંદા પડવું પણ મોંઘું છે. બાળકોને ભણાવવું મોંઘું છે. પણ હવે આપણી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વધતું દૂષણ. ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણાં મને છે પણ હવે તો ડ્રગ્સ વેચાય છે અને તે પણ ઓનલાઈન એ કેટલા જાણે છે?
આપણે કદી આપણાં બાળકો ક્યાં કોને મળે છે તેની ખબર રાખીએ છીએ? એમના મોબાઈલની કિંમત પણ ઘણાં મા-બાપ જાણતાં નથી. જો બાળકો મોંઘા મોબાઈલ વાપરે છે તો તે ક્યાંથી આવ્યા? આ પ્રશ્ન થવો જોઈએ. આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે? અને બાઈક પર ક્યાં ફરે છે તે આપણી ચિંતાનો વિષય છે. ક્યારેક તેની વોટસેપ ચેટ આપણે તપાસતાં રહીએ, તો પોલીસને નહીં તપાસવી પડે. આજે કાળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે. ટેકનોલોજીના ઉપયોગથી ઓર્ડર લેવાયા છે. હોમ ડીલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી થયા છે ત્યારે, આ ડ્રગ્સના દૂષણમાં આપણા પાલ્ય નથી સપડાયા તે જોવું પડશે. ગુજરાતનાં માતાપિતા દીકરો-દીકરી બીજા ગોત્રમાં કે બીજી જ્ઞાતિમાં ના પરણે તે માટે સતત ચિંતિત હોય છે. બીજા ધર્મમાં ના પરણે એ તો ચિંતા સરકાર પણ કરે છે પણ આ જ બાળક ખોટા રવાડે ના ચડે, એ ડ્રગ્સના બંધાણી ના બને એ માટે કોઈ ચિંતા કરતું નથી.
છાપામાં દર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયાના સમાચાર છપાય છે. ગુજરાતનાં અગ્રણી અખબારો તથા સામયિકો હવે ડ્રગ્સ વિષે કવર સ્ટોરી કરતાં થયાં છે. ગુજરાતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયાના સમાચાર તાજા જ છે પણ આની વચ્ચેથી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર હવે મોટો વ્યાપક અને કરોડોનો ધંધો છે. સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કંઈક મેળવતું હોય.
સત્તાના સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈ કારોબાર ચાલે નહીં પણ આપણા ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી. આપણો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે. એક દેશ ચલાવવા માટે કેટલું બધું ચલાવી લેવું પડે છે? આપણને અરાજકતા સદી ગઈ છે. સરકારનો વિરોધ તો ઠીક પણ આપણે સવાલ કરતાં પણ ડરીએ છીએ અને આપણી યુવા પેઢી બરબાદ થઇ રહી છે..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે