National

હરિયાણા: અપહરણ કરી કારમાં બે લોકોને જીવતા સળગાવી દેવાયા

ભિવાની: (Bhivani) હરિયાણાના ભિવાનીમાંથી એક ખૂબ જ ચોંકાવી દેનારા સમાચાર (News) સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં એક બળેલી બોલેરો ગાડી (Car) જોવા મળી હતી જેમાંથી બે યુવકોના સળગેલા હાડપિંજર (Skeleton) મળી આવ્યા હતા. આ ઘટના છે ભિવાનીના બારવાસ ગામની. સમાચાર મળતા જ પોલીસ પ્રશાસન અને એફએસએલની (FSL) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દરેક પાસાઓની ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી હતી.

  • હરિયાણામાં બળેલી બોલેરો ગાડી જોવા મળી જેમાંથી બે યુવકોના સળગેલા હાડપિંજર મળી આવ્યા
  • બંનેનું રાજસ્થાનના ભરતપુરના ગોપાલગઢથી અપહરણ કરવામાં આવ્યું હતું
  • અપહરણકારોએ પહેલા બંનેને માર માર્યો અને પછી કારને સાથે લઈ જઈને સળગાવી દીધી

હરિયાણામાં બનેલી આ ઘટના બાદ વિસ્તારમાં સનીસનાટી ફેલી ગઈ છે. આ અંગે મૃતકના પરિજનોનો આરોપ છે કે બંનેનું રાજસ્થાનના ભરતપુરના ગોપાલગઢથી અપહરણ કરવામાં આવ્યું હતું. પરિજનોએ જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ તેઓએ અપહરણનો કેસ પણ નોંધાવ્યો હતો. સંબંધીઓનો આરોપ છે કે અપહરણકારોએ પહેલા બંનેને માર માર્યો અને પછી કારને સાથે લઈ જઈને સળગાવી દીધી.

આ મામલે લોહારુ ડીએસપી જગત સિંહ મોરે જણાવ્યું કે ગ્રામવાસીઓએ ડાયલ 112 પર માહિતી આપી હતી કે બરવાસ ગામમાં બળી ગયેલું વાહન પાર્ક કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેણે જોયું કે કારની અંદર બે લોકોના હાડપિંજર હતા. ડીએસપીએ જણાવ્યું કે વાહનનો ચેસીસ નંબર લેવામાં આવ્યો છે. જેના આધારે વાહન માલિકને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.

Most Popular

To Top