Dakshin Gujarat

સુરતના વેપારીની મોપેડને બાજીપુરામાં અકસ્માત નડતાં પત્નીનું મોત

વ્યારા: (Vyara) વાલોડ તાલુકાના બાજીપુરા ગામની (Village) સીમમાં વ્યારાથી બારડોલી (Bardoli) તરફ જતાં માર્ગે ફોર વ્હીલ ગાડીના ચાલકે ગાડી પૂરઝડપે હંકારી એક્સેસ ગાડીને પાછળથી ટક્કર મારતાં તેના પર બેઠેલા દંપતીને ગંભીર ઇજા થઇ હતી. જેમાં પતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેની પત્નીનું સારવાર (Treatment) દરમિયાન મોત નીપજ્યું હતું.

  • સુરતના ભંગારના વેપારીની મોપેડને બાજીપુરામાં કાર સાથે અકસ્માત, પત્નીનું મોત
  • મુસ્લિમ સમાજનો ખીરપુરીનો તહેવાર પતાવી બીજા દિવસે વ્યારાથી પરત ફરતી વેળા અકસ્માત નડ્યો

સુરતન નાનપુરાના કાદરશાની નાળ અમીનાવાડી ખાતે રહેતો અને ભંગારના ધંધા સાથે જોડાયેલો અલ્તાફહુસેન બંદેહસન શાહ તા.૧૪/૦૨/૨૦૨૩ના રોજ મુસ્લિમ સમાજનો ખીરપુરીનો તહેવાર હોવાથી એક્સેસ મોપેડ નં.(જીજે ૦૫ એમબી ૪૧૯૨)ની પાછળ પત્ની સાયરા (ઉં.વ.૫૨)ને બેસાડી વ્યારા ખાતે પોતાની સાસરીમાં જવા બપોરે નીકળ્યો હતો. જેઓ રાત્રે વ્યારા ખાતે સાસરીમાં રોકાયાં હતાં. બીજા દિવસે સાંજે પાંચેક વાગ્યાના સમયે તેઓ વ્યારાથી પરત ઘરે સુરત ખાતે આવવા માટે નીકળ્યાં હતાં.

સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયે બાજીપુરા ગામની સીમમાં વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર તેમની એક્સેસને પાછળથી એક ફોરવ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દંપતી રોડ ઉપર ફેંકાઈ ગયા હતા. જેથી બંનેને મોંના ભાગે તથા હાથમાં ઇજા થઇ હતી. અલ્તાફની પત્ની સાયરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ એક્સિડન્ટ કરનાર ફોરવ્હીલ ગાડીને જોતાં નિશાન ટેરેનો જેનો નં.(GJ 05 JM 0777) હોય જેનો ચાલક ગાડી સ્થળ ઉપર મૂકી નાસી છૂટ્યો હતો. પ્રાઇવેટ કારમાં દંપતીને સારવાર અર્થે બારડોલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં અલ્તાફ શાહ હાલ ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે.

પલસાણાના જોળવા ખાતે ધનુર્ધર મિલમાં કામદાર ડ્રમ મશીનમાં આવી જતા મોત
પલસાણા: પલસાણાના જોળવા ખાતે આવેલ ધનુર્ધર મિલમાં ડ્રમ વિભાગમાં કામ કરતા કામદારનું ડ્રમ મશીનમાં આવી જવાથી મોત નીપજ્યું હતુ ઘટના અંગે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોચી ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાનો પલસાણા વિસ્તારમાંએ ઔદ્યોગિક એકમોથી ધમધમે છે મિલમાં અકસ્માતમાં કારીગરનું મોતએ અહીં જાણે સામાન્ય બન્યું હોઈ એમ એક પછી એક બનાવમાં મિલ કામદારના મોત થતા જોવા મળી રહ્યા છે જોળવા ખાતે સાઈદીપ સોસાયટીમાં રહેતા હરજીત પાસવાન નામનો વ્યક્તિ તેમની પત્ની સાથે જોળવા ખાતેની ધનુર્ધર મિલમાં નોકરી માટે આવતા હતા બુધવારના રોજ બને પતિપત્ની ફરજ પર હાજર હતા પત્ની મિલન અન્ય જગ્યાએ ફરજ બજાવતી હતી જ્યારે પતિ હરજીત પાસવાન મિલમાં ડ્રમ વિભાગમાં ફરજ બજાવી રહ્યો હતો જે દરમિયાન ડ્રમની લોક સ્વીચ ફેલ થઈ જવાના કારણે યુવાન ડ્રમ મશીનની ચપેટમાં આવી જતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી ઘટના અંગે પલસાણા પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે
Sent from my iPhone

Most Popular

To Top