Gujarat

ગુજરાતમાં 125 બેઠકો સાથે 2022માં કોંગ્રેસ સત્તામાં આવશે – હાર્દિક પટેલ

કોઈ એમ કહેતુ હોય કે ગુજરાતમાં (Gujarat) ભાજપને (BJP) હરાવવું મુશ્કેલ છે તો તે ખોટી વાત છે, કારણ કે બનાસકાંઠાએ કોંગ્રેસને 6 બેઠકો આપી છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Election) કોંગ્રેસ અહીં 9 બેઠકો પર વિજય મેળવશે , જયારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ (Congress) 2022ની ચૂંટણીમાં 125 બેઠકો સાથે સત્તા પર આવશે, તેમ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (Hardik Patel) એક સમ્મેલનમાં જણાવ્યું હતું. આ સમ્મેલનમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા પણ ઉપસ્થિત રહયા હતા.

બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હવે કોંગ્રેસમાં ભળી જતાં પાલનપુરના એક હોલમાં યોજાયેલા એક સંમેલનમા હાર્દિક પટેલે કહયું હતું કે કૌરવોનું લશ્કર મોટુ છે અને પાંડવોનું લશ્કર નાનું છે. ગુજરાતની પ્રજાને અન્યાય થસે તો ભાજપને 30 બેઠકો પર લાવી દઈશું. ગુજરાતની પ્રજાને થઈ રહેલા અન્યાય સામે લડવુ પડશે. ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે. ભાજપને હરાવવું મુશ્કેલ છે તેવું જો કોઈ કહેતુ હોય તો બનાસકાંઠા જ તેનો જીવતો દાખલો છે.

આપણને અહીં 6 બેઠકો મળી છે, હજુયે 9 બેઠકો મળશે અને 2022માં તો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 125 બેઠકો સાથે સત્તા મળશે તે હું જોઈ રહયો છું. જીગ્નેશ મેવાણીએ કહયું હતું કે હું કોંગ્રેસ પક્ષમાં નહીં પરંતુ કોગ્રેસ પરિવારમાં જોડાઈ રહયો છું. બંધારણને બચાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું. આજે દેશમાં મોંઘવારી તથા બેરોજગારી ચરમસીમા પર છે. સમય આવે એટલે ભાજપને બતાવી દઈશું.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. બીજી તરફ ટેટ- ટાટ પાસ થયેલા 50,000થી વધુ યુવાન યુવતીઓ શિક્ષક બનવાની ચાર વર્ષથી રાહ જોઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ગુજરાત સરકારની શિક્ષણ નીતિ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને કારણે આજે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાયું છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ધોરણ 1 થી 5માં 5868 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. છેલ્લા ચાર વર્ષમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે. તો પછી શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે. આજે ૬૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓને તાળા મારવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે. આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારી તાત્કાલિક વિદ્યા સહાયકની ભરતી કરવી જોઈએ. ટેટ પાસ કરેલા 50,૦૦૦થી બેરોજગાર યુવકોને તાત્કાલિક ધોરણે નોકરી મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ઉભી કરવી જોઈએ.

Most Popular

To Top