Gujarat

ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 જૂનથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ માટે પ્રવેશપત્ર હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
પરીક્ષાઓના પ્રવેશ પત્ર, હોલ ટિકિટ આજથી બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના પૂરક પરીક્ષાના આવેદનપત્રો સાથે વિષય અને માધ્યમની ખરાઈ કરી નિયત જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો લગાવી પરિક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમ જ નિયત જગ્યાએ આચાર્યના સહિ સિક્કા કરી પરીક્ષાર્થીને આપવાની રહેશે. પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સાથે ફરજિયાત આપવાની રહેશે.

ITIના તાલીમાર્થીઓની અંગ્રેજી વિષયની પૂરક પરીક્ષા 15 જૂનના રોજ યોજાશે

રાજ્યની માન્ય તમામ આઈટીઆઈના તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયની પરીક્ષા પૃથક ઉમેદવાર તરીકે આપનાર આઈ.ટી.આઈના પરીક્ષાર્થીઓની અંગ્રેજી વિષયની પરીક્ષા 15 જૂન 2026 ના રોજ બપોરે 3 થી 6.15 કલાકે યોજનાર છે. આ પરીક્ષામાં પ્રવેશ પત્રો હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી આઈટીઆઈના આચાર્ય દ્વારા ડાઉનલોડ કરવાની રહેશે, ત્યારબાદ જરૂરી વિગતો ભરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે.

ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન સેવા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 જૂનથી લેવાના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી હેલ્પલાઈ નં- ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૧થી સાંજે ૬નો રહેશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

Most Popular

To Top