Business

મહાનગરો-નગરોના વિકાસ કામો માટે અત્યાર સુધીમાં 587.50 કરોડ ફાળવ્યા

ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ (Outgroth) વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે (Stat Government) અત્યાર સુધીમાં પ૮૭.પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-૬૬ જેટલા કામો આ ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ર૦૧૬-૧૭થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. ૪૯૯.૯ર કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. ૮૭.પ૮ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ ૩૪૧ કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ ૭૭પ કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા ૧૧૧૬ કામો અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે.

Most Popular

To Top