Gujarat

‘સીઆર પાટીલમાં હિંમત હોય તો મારું નામ લઈને બતાવે’ : કેજરીવાલ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. સાથે જ તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓની (Leaders) ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મહેસાણામાં (Mehsana) ભવ્ય રોડ શો (Roadshow) યોજ્યો હતો.

સોમવારે બપોરે અરવિંદ કેજરીવાલ અમદાવાદ વિમાની મથકેથી સીધા મહેસાણા ખાતે પહોંચ્યા હતા. જ્યાં જુના બસ સ્ટેન્ડ – સિવિલ હોસ્પીટલથી તોરણવાળી માતાના ચોક સુધી તિરંગા સમાપન યાત્રામાં જોડાયા હતા. અને આ રોડ-શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.

આપના તિરંગા યાત્રા સમાપન સમારોહમાં તોરણવાળી માતાના ચોકમાં ખાતે સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આડે હાથે લીધા હતા, અને પડકાર ફેંકતા કહ્યું હતું કે હજુ સી.આર.પાટીલ મારું નામ નથી લેતા. જો પાટીલમાં હિંમત હોય તો જાહેરમાં મારું નામ લઇ બતાવે.

મહેસાણા ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે. અહીં સતત ભાજપ જીત મેળવતું આવ્યું છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા અહીં રોડ-શો અને સભા યોજવામાં આવી હતી જે બતાવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી ભાજપની વોટબેંકને તોડી વધુને વધુ બેઠકો મેળવવા પ્રયાસ કરશે.

Most Popular

To Top