Gujarat Election - 2022

56ની છાતી ગુજગુજ ફૂલીને હવે 156!!, ગુજરાતમાં ફરીથી PM નરેન્દ્ર મોદીનો મેજીક ચાલી ગયો

ગાંધીનગર: આજે વિધાનસભાની 182 બેઠકોની ગણતરી દરમ્યાન ભાજપે (BJP) 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ખાસ કરીને 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે (Congress) 149 બેઠકો મળવી હતી. જેન સામે 2022માં ભાજપે તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો મેળવી છે જયારે ગુજરાતમા કોંગ્રેસના સૂપડા સાફ થઈ જવા સાથે માત્ર 17 બેઠકો મળી છે. જયારે આપના 5 તથા અન્ય અપક્ષો સહિત ચારનો વિજય થયો છે. અપક્ષોમાં 1 એસપીના ઉમેદવાર કતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા, ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. ત્રણ અપક્ષો પૈકી માવજી દેસાઈ અને ધવલિસંહ ઝાલા તો ભાજપના જ બળવાખોર ઉમેદવારો છે.

ગુજરાતમાં ફરીથી પીએમ નરેન્દ્ર મોદીનો મેજીક ચાલી ગયો છે. જયારે કોંગ્રેસને કારમો પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. આપના ઉમેદવારોએ રાજિકય રીતે કોંગ્રેસને નુકસાન કર્યુ છે. આપના ઉમેદવારોએ કોંગ્રેસના મતો કાપ્યા છે. ગુજરાતમાં કોગ્રેસના પરાજય બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામું આપી દીધુ હતું. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પરિણામ અમારી અપેક્ષા મુજબના નથી. અમે તે વિશે મંથન કરીશું. ગુજરાતમાં ભાજપને 100 બેઠકો પર સરસાઈ મળી કે તુરંત જ ભાજપના ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉજણી શરૂ કરી દીધી હતી. ભાજપના મહિલા કાર્યકરોએ ગરબા શરૂ કરી દીધા હતા. જાયરે કમલમ તથા અમદાવાદમાં ખાનપુર જે પી ચોકના કાર્યાલયની બહાર ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી પણ શરૂ કરી દીધી હતી.

આપના મોટ દિગ્ગજ ઉમેજવારો પૈકી ઈશુદાન ગઢવી , ગોપાલ ઈટાલીયા , અલ્પેશ કથિરીયા તથા ધાર્મિક માલવીયા સહિતના ઉમેદવારોનો પરાજય થયો હતો. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતમા જે જુદા જુદા વચનો આપ્યા હતા. તે પ્રજાએ સ્વીકાર્યા નથી.ગુજરાતમા ત્રીજો રાજકીય પક્ષ ચાલતો નથી, તે પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી ફરીથી સાબિત થઈ ગયુ છે. આપે જો કે 5 બેઠકો સાથે ખાતું ખોલાવ્યું છે. સુરત , અમદાવાદ , વડોદરા તથા રાજકોટમાં કમળનું બુલડોઝર ફરી વળ્યું છે. 2017ની સરખામણીએ 3થી 4 ટકા જેટલું ઓછુ મતદાન થયું હોવાથી ભાજપને નુકસાન થશે, તેવી ભીતિ વચ્ચે ઓછા મતદાનથી ભાજપને ફાયદો થયો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ધાટલોડિયા બેઠક પરથી 1 લાખ 91 હજાર કરતાં વધુ મતોથી વિજય થયો હતો. 2017માં 77 બેઠકો પર વિજય મેળવનાર કોંગ્રેસને આ વખતે માત્ર 16 બેઠકો સાથે કારમા પરાજય નો સામનો કરવો પડયો છે. કોંગ્રેસને વિધાનસભાની અંદર વિપક્ષના નેતાનું પદ મળશે કે કેમ ? તે પણ કહેવુ મુશ્કેલ બની ગયું છે. કોંગીના જે દિગ્ગજ ઉમેદવારો વિજયી બન્યા છે તે પૈકી પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા , આંકલાવથી અમીત ચાવડા , વિજાપુરથી સી જે ચાવડા , દાણીલીમડા બેઠક પરથી શૈલેષ પરમાર , લાઠી બેઠક પરથી વીરજી ઠુમ્મર, ખેડબ્રહ્માથી વાંસદા બેઠક પરથી ડૉ તુષાર ચૌધરી બેઠક પરથી અનંત પટેલનો સમાવેશ થાય છે.

સતત સાતમી જીત: ભાજપે ડાબેરીઓના રેકોર્ડની બરોબરી કરી
ભાજપે સતત સાતમી વાર સરકાર બનાવવામાં સીપીએમના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે ૨૦૧૧ માં ડાબેરી સરકારને ઉથલાવી દીધી તે પહેલાં સીપીએમએ સતત સાત વખત પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવી રાખી હતી.

વિપક્ષનો ખાતમો થયો
વિધાનસભામાં વિરોધ પક્ષનો દરજ્જો મેળવવાની શક્યતા નહીંવત છે. ભાજપે કોંગ્રેસનો ખાતમો બોલાવી દીધો છે. કોંગ્રેસને ગૃહમાં ઓછામાં ઓછી ૧૯ બેઠકોની જરૂર છે. પણ આવી છે 17.

Most Popular

To Top