Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શક્તિપીઠ બહુચરાજી માતાજીના દર્શન કર્યા

ગાંધીનગર: ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) મા બહુચરાજીની પૂજા અર્ચના કરી હતી અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી પટેલેએ રાજ્યના સર્વાંગી વિકાસ, સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ હેતુ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણાના ભાજપના સાંસદ શારદાબહેન પટેલ અને અગ્રણીઓ પણ દર્શનમાં જોડાયા હતા.

Most Popular

To Top