Gujarat

રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવાનું બિલ પાછું ખેંચાયું, છતાં વિધાનસભામાં હંગામો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ચોમાસું સત્રના (Monsoon Session) પહેલાં દિવસે આજે કોંગ્રેસે (Congress) સરકારને ઘેરી જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે કોંગ્રેસના 10 ધારાસભ્યોને સસ્પેન્ડ (MLS Suspend) કરવામાં આવ્યા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતા મામલો ગરમાયો હતો. આખરે કોંગ્રેસી સભ્યોએ વોક આઉટ (Walk Out) કર્યું હતું. દરમિયાન ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવ્યું છે.

  • સરકારી કર્મચારીઓના આંદોલન મુદ્દે કોંગ્રેસી ધારાસભ્યોનો ગૃહમાં હોબાળો
  • ન્યાય આપોની માંગ સાથે કોંગ્રેસી ધારાસભ્યો વેલમાં ધસી ગયા
  • 10 કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા
  • સરકારી કર્મચારીઓના આંદોલન મામલે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં

વિધાનસભાના ગૃહમાં વિરોધ દેખાવો કરનાર કોંગ્રેસના ધારાસભ્યો જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દૂધાત, વિજયભાઈ, બાબુ વાજા, ચંદનજી ઠાકોર, અમરીશ ડેર, બાબુ વાજા અને નૌશાદ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ તેના જવાબમાં શૈલેષ પરમારે બોલ્યા કે શરમ અમને નહીં તમને આવવી જોઈએ. આટલા બધા સરકારી કર્મચારીઓ આંદોલન કરે છે. વાઘાણીએ ત્યારે કહ્યું કે આંદોલનકારી કર્મચારીઓ કોંગ્રેસના હાથો બની રહ્યાં છે. તેઓને તેમ નહીં કરવા અપીલ કરી હતી.

વિધાનસભાના અધ્યક્ષે ગૃહની ગરિમા જાળવવા કોંગ્રેસના સભ્યોને વિનંતી કરી હતી. ગૃહની કાર્યવાહી ચાલવા દેવા અપીલ કરી હતી પરંતુ કોંગ્રેસીઓ માન્યા નહોતા. અધ્યક્ષે લોકશાહી ઢબે નિયમોને આધીન રજૂઆત કરવા પણ કહ્યું હતું. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ગૃહની અંદર દેખાવો અને ધરણા કર્યા હતા. જે અયોગ્ય હોવાનું અધ્યક્ષે કહ્યું હતું. કોંગ્રેસના અમિત ચાવડાએ સરકારને પ્રશ્નો કર્યા હતા કે સરકાર લોકોના પ્રશ્નોની ચર્ચા કેમ કરી રહી નથી. 15 લાખ સરકારી કર્મચારી રસ્તા પર ઉતર્યા છે તેમ છતાં સરકાર કેમ તેઓને સાંભળતી નથી. સરકારી કર્મચારીઓના પ્રશ્નો સાંભળવા અને તેઓને સમય આપવા કોંગ્રેસે માંગ કરી હતી.

આ અગાઉ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને ગૃહમાં બોલવા માટે અડધો કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કશું બોલે તે પહેલાં જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. ન્યાય આપોના નારા લગાવતા લગાવતા કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.

Most Popular

To Top