Gujarat

આશ્ચર્યચકિત ઘટના: આણંદના ત્રણ ગામમાં અંતરિક્ષમાંથી રહસ્યમય ધાતુના બોલ પડયા

આણંદ: ગુજરાતના (Gujarat) આણંદ (Anand) જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ત્રણ ગામોમાં અંતરિક્ષમાંથી (Space) રહસ્યમય ધાતુના ગોળા (Ball) પડ્યાની ઘટના સામે આવી છે. આ ત્રણેય ગામોમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ જમીન હચમચાવી નાખતા જોરદાર અવાજ સાંભળ્યો હતો. જે બાદ સ્થાનિકો તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આ ગોળા સેટેલાઇટના (Satellite) ટુકડાઓ છે. તેથી ગ્રામજનોમાં ચકચાર મચી ગયો હતો. ત્યાર પછી આ ઘટનાની જાણ પોલીસને (Police) કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આણંદ જિલ્લાના એસપી અજીત રાજિયન અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એવું લાગે છે કે તે બોલ બેરિંગ્સ છે: એસપી
આ રહસ્યમય બોલ અલગ-અલગ વિસ્તારોમાં પડ્યા અને સદભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. આણંદ જિલ્લાના એસપી જણાવ્યું હતું કે સરપંચોએ તેમને વસ્તુઓ વિશે જાણ કર્યા પછી ત્રણ અલગ-અલગ ટીમોને જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા રવાના કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યુ કે શરૂઆતમાં અમને ખબર ન હતી કે વસ્તુઓ શું છે અને પહેલાથી જ ત્રણ સ્થળોએ ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલમાં એવું લાગે છે કે તે બોલ બેરિંગ્સ છે જેનો ઉપયોગ ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં અવકાશમાં ઉપગ્રહની ગતિ જાળવી રાખવા માટે થાય છે. અમે ઑબ્જેક્ટ્સને ઓળખવામાં મદદ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરના ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવ્યા છે.

પીઆરએલ અને ઈસરો જેવી એજન્સીઓ પાસેથી ઈનપુટ માંગવામાં આવી
સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ‘એલિયન શેલ્સ’ ગણાવ્યા છે. હાલમાં આ ઘટનાની નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્રે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને તપાસ સોંપી છે. તેમજ પીઆરએલ અને ઈસરો જેવી એજન્સીઓ પાસેથી પણ ઈનપુટ માંગવામાં આવી રહ્યા છે. જો કે આ ઘટનાને કારણે ઉપગ્રહ ક્રેશ થયો હોવાની અટકળો થઈ રહી છે. આ કેસમાં પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

એ જ રીતે, ગયા મહિનાની રાત્રિ દરમિયાન, ગુજરાતમાં આકાશમાં એક તેજસ્વી આકાશી ગોળા જેવી વસ્તુ જોવા મળી હતી. આગના ગોળા જેવી દેખાતી આ વસ્તુ ખૂબ જ તેજ ગતિએ પૃથ્વી તરફ આવતી જોવા મળી હતી.જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે પણ એવી શક્યતાઓ હતી કે તે જગ્યાનો ભંગાર હોઈ શકે છે.

Most Popular

To Top