SURAT

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

સુરત: ગ્રીનમેન (Green Man) તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં  વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની (Environment Day) ઉજવણી કરવામાં આવી હતી. નેચરપાર્કમાં  અઢીસો વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી ટેકનિક પર આધારિત ‘અમૃતવન’નું નિર્માણ થશે. વિરલ દેસાઈની ટીમ દ્વારા નેચરપાર્કમાં  પાછલા પાંચ વર્ષોથી નિયમિત રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં  પાંચ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નેચરપાર્કના અધિકારી ડૉ. રાજેશ પટેલ તેમજ હિના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top