National

સરકારે એરલાઈન્સને વ્યાજબી હવાઈ ભાડા માટેની પદ્ધતિ પર વિચાર કરવા કહ્યું

નવી દિલ્હી : સરકારે સોમવારે એરલાઈન્સને (Airlines) એર ટિકિટની (Air ticket) વ્યાજબી કિંમતોની ખાતરી કરવા એક પદ્ધતિ પર વિચાર કરવા કહ્યું હતું, હવાઈ ભાડું (Air fare) વધી રહ્યું છે ત્યારે સરકારે આ સૂચન કર્યું હતું ખાસ કરીને અગાઉ ગો ફર્સ્ટ પોતાના વિમાન ઉડાવતી હતી તે રૂટ પર ટિકિટની કિંમતો વધી છે. દુર્ભાગ્યપૂર્ણ ઓડિશા કરૂણાંતિકાના મામલામાં એરલાઈન્સને સલાહ આપવામાં આવે છે કે મૃતકોના પરિવારને ફ્રી કેરીજ (માલવાહક) સેવા ઉપલબ્ધ કરાવે, એમ સિવિલ એવિએશન મંત્રાલયે કહ્યું હતું.

  • હવાઈ ભાડામાં નોંધનીય વધારો થયો છે ખાસ કરીને અગાઉ ગો ફર્સ્ટ સેવા આપતી હતી તે રૂટ પર
  • ઓડિશા કરૂણાંતિકાના મામલામાં એરલાઈન્સને સલાહ આપવામાં આવી છે કે મૃતકોના પરિવારને ફ્રી કેરીજ (માલવાહક) સેવા ઉપલબ્ધ કરાવે: એવિએશન મંત્રાલય

એરલાઈન્સ સલાહકાર જૂથની એક કલાક ચાલેલી બેઠકમાં સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અમુક રૂટ પર હવાઈ ભાડામાં ધરખમ વધારા પર ચિંતા વ્યક્ત કરી હતી. એરલાઈન્સને કહેવામાં આવ્યું છે કે જે રૂટ પર નોંધનીય વધારો જોવા મળ્યો છે તેમાં હવાઈ ભાડાનું જાતે નિરિક્ષણ કરે ખાસ કરીને જે રૂટ પર અગાઉ ગો ફર્સ્ટની ફ્લાઈટ ઉડતી હતી.

ગો ફર્સ્ટે 3 મેથી ઉડાન બંધ કરી હતી અને આ ઘટનાક્રમ એવા સમયે બન્યો હતો જ્યારે ઘરેલુ હવાઈ યાત્રાનો પીક સમય આવવાનો હતો. ઉચ્ચ આરબીડીમાં (રિઝર્વેશન બુકીંગ ડેઝીગનેટર)માં વ્યાજબી કિંમતોની ખાતરી કરવા એરલાઈન્સ દ્વારા એક પદ્ધતિ પર વિચાર કરવો જોઈએ અને તેનું નિરિક્ષણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા કરાશે, એમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું. વર્તમાન નિયામક પદ્ધતિમાં હવાઈ ભાડાનું નિયમન નથી થતું. આ ઉપરાંત મંત્રાલયે કહ્યું હતું કે કોઈ પણ આપદાના સમય દરમિયાન એરલાઈન્સે એર ટિકિટની કિંમતો પર સખત નિયંત્રણ રાખવાની જરૂર છે.

Most Popular

To Top