Trending

કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર અપાતી સબસિડી વાહનો પર ઉપલબ્ધ છે કે બેટરી પર.. જાણો

દેશમાં પ્રદૂષણ (Pollution) ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને (Electric vehicle) પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત બંને સરકારો ગ્રાહકને વાહન ખરીદવા પર સબસિડી (Subsidy) આપે છે. દેશમાં પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ કારણોસર મોટાભાગના લોકો પેટ્રોલ વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપી રહ્યા છે. દેશમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપે છે. બંને સરકારો ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર ગ્રાહકને સબસિડી તરીકે કેટલાક પૈસા પરત કરે છે. શું તમે જાણો છો કે આ સબસિડી વાહન પર મળે છે કે તેની બેટરી પર. ઇલેક્ટ્રિક વાહનો પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી કુલ સબસિડી કેટલી છે. આ માહિતી તમારા માટે ખુબજ કામની સાબિત થઈ શકે છે.

FAME યોજના હેઠળ 2908 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે
2022-23ના બજેટ અનુસાર FAME યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને કુલ 2908 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ યોજના અગાઉ માર્ચ 2022 સુધી લાગુ કરવામાં આવી હતી. જે બાદમાં વધારીને 2024 કરવામાં આવી છે. કુલ 200,000 વાહનો પર લગભગ 900 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જેમાં બાઇક અને કાર બંનેનો સમાવેશ થાય છે. કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ ગ્રાહકોને સબસિડી આપશે.

સબસિડી વાહન અથવા બેટરી પર ઉપલબ્ધ છે
ઘણા લોકોને લાગે છે કે ઈલેક્ટ્રિક વાહન ખરીદવાથી તેમને બેટરી પર નહીં પરંતુ વાહન પર સબસિડી મળે છે. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર વાહન પર નહીં પણ બેટરીની ક્ષમતા અનુસાર સબસિડી આપવામાં આવે છે. ટુ વ્હીલર ખરીદવા પર કેન્દ્ર સરકાર કિલો વોટ માટે 15 હજાર રૂપિયા સબસિડી આપે છે. 31 માર્ચ 2019 પહેલા સરકાર માત્ર 10,000 રૂપિયા સબસિડી આપતી હતી.

આ રાજ્યની સરકાર મહત્તમ સબસિડી આપે છે
કેન્દ્ર સરકાર દરેક કિલોવોટની બેટરી માટે 15 હજાર રૂપિયાની સબસિડી આપે છે. બીજી તરફ વિવિધ રાજ્ય સરકારો પોતપોતાના હિસાબે 5000, 10,000 અને 15000 રૂપિયાની સબસિડી આપે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. જો તમે મહારાષ્ટ્રમાં વાહન ખરીદો છો તો તમને 5000 રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી મળે છે. આ પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલય રાજ્યોની સરકારો દરેક કિલોવોટ માટે 10,000 રૂપિયા સબસિડી આપે છે. સબસિડીની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયા છે.

Most Popular

To Top