Charchapatra

લોકો વચ્ચે જઇ અંધશ્રધ્ધા દૂર કરો

પ્રજાએ દરેક વસ્તુને પછી સરકાર માટે હોય કે પોતાના જીવન માટે હોય દરેકનો વિચાર વિવેકબુધ્ધિથી જ કરવો જોઇએ. સુનીલ શાહનું ચર્ચાપત્ર યોગ્ય જ લખાયું છે. કારણ આજે વિવેક બુધ્ધિના વિચાર વગર પ્રજાનો જ અઢળક પૈસો વેડફાય છે અને વિદેશો ભારતની પ્રજાને મૂરખમાં ખપાવે છે. ભારતના વિવેકબુધ્ધિ પૂર્વક વિચારનારાઓ ફકત એક તરફી જ વિચાર કરે છે. અને ફકત વિચારો જ રજુ કરે છે. કોઇ રચનાત્મક પગલા વિચારતા નથી કે પ્રજાને કેવી રીતે સમજાવી શકાય. ફકત મેગેઝીનોમાં કે વર્તમાનપત્રોમાં લેખો લખીને બેસી રહે છે. પ્રજામાંથી અંધશ્રધ્ધા, કુટેવો તથા નકારાત્મક વિચારો દૂર કરવા પ્રજા પાસે જવુ પડે છે. પ્રજામાં અંધશ્રધ્ધા તથા બીજી કુટેવો વિકસાવવા કહેવાતા સંતો કે મહાત્માઓ કેવા પ્રયત્નો કરી પ્રજા પાસે પૈસા લૂટે છે તેને અટકાવવા વિવેકબુધ્ધિ વિચારકોએ પ્રજા પાસે જવુ પડે. સભાઓ ભરી તથા શેરી શેરી ફરી પ્રજાને સકારાત્મકતા તથા સાચી શ્રધ્ધા વિષે અને પ્રજા અપનાવતી અંધશ્રધ્ધા વિશે સમજાવવું પડે. દ્રશ્ય શ્રાવ્ય મિડિયાનો પણ ઉપયોગ કરવો પડે તો કરવો જોઇએ.

આજની પ્રજાની ઇશ્વર પ્રત્યેની અંધશ્રધ્ધામાં તો અબજો રૂપિયા વેડફાય છે. અન્નકૂટ અને છપ્પનભોગ જેવી વસ્તુઓમાં કેટલા બધા નાણા વેડફાય છે. આખરે એ બધી વાનગીઓ પ્રસાદતરીકે ઓછી ઉપયોગમાં આવે છે. પરંતુ મંદિરના પૂજારીને જ લાંબો સમય આરોગવામાં કામ આવે છે. મૂર્તિ તો એ ખાઇ શકતી જ નથી. આ બધુ બંધ કરાવી પ્રજાને વિવેકબુધ્ધપૂર્વક વિચાર કરવાની ટેવ પાડવા આજના વિવેકબુધ્ધિ વિચારકોએ ભેગા મળી પ્રયત્નો કરવા જોઇએ. મંડળો બનાવી, સાંધ્ય સિનિયર સીટીઝનોની મિટિંગ તથા વૃધ્ધાશ્રમમાં જઇ પ્રયત્નો કરવા જોઇએ. આ એકલ વ્યકિતનું કામ નથી. સમુહનું કામ છે. માટે રેશનાલિસ્ટો ભેગા મળીને જ આ સદ્‌કાર્ય કરી શકે. બાકી તો પરાપૂર્વથી ચાલતી આવતી અંધશ્રધ્ધા પ્રજામાંથી કાઢી શકાવાની નથી. કહેવત છે કે આત્મા એ જ પરમાત્મા માટે દરેક વ્યકિતએ પોતાના આત્માજુજપૂજન કરવું જોઇએ અને પોતાના અંતરઆત્મા પર જ સાચી શ્રધ્ધા રાખવી જોઇએ. વિવેકબુધ્ધિ વિચારકો માટે વિચારવાનો મહાપ્રશ્ન છે!
પોંડીચેરી- ડો. કે. ટી. સોની-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top