Charchapatra

શું આજની મમ્મીઓ માતા કહી શકાય?

કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ પરંતુ અત્યારની મમ્મીઓ ખરેખર મા કહેવાને લાયક છે કે નહીં? બાળકનો, બાળકની પ્રત્યેક હરકતોનો, બાળકની ઊંઘ અને જાગૃતિનો, બાળકની ધીંગામસ્તી અને તોફાનનો, બાળકના મળ અને મૂત્રનો, બાળકના હાસ્ય અને રૂદનનો જે સર્વથા સ્વીકાર કરી શકે તે મા બને છે. બાકીનાં બધાં મમ્મી છે. મમ્મીઓ લાખો છે. પરંતુ મા લઘુમતીમાં છે. મા પાસે સમય નથી. મમ્મીને પોતાનું બાળક ખલેલ પહોંચાડે છે એવું લાગે છે, બાળક રડે છે તો ચિંતાને બદલે ચીડ ચડે છે, બાળક સાથે તમને રમવામાં કંટાળો આવે છે. બાળકને પ્રભાતિયું, લોરી કે વાર્તા સંભળાવતા તમને નથી આવડતું. બાળક દસ – દસ વાર મમ્મી – મમ્મી કહે ત્યારે તમે એક વાર હુંકારો ભરો છો. સવારથી પહેરાવેલું ડાયપર તમે રાત સુધી કાઢતા નથી.

તમારે તમારું કામ કરવું હોય તો બાળકના હાથમાં મોબાઇલ પકડાવીને, તમે ફ્રી થઇ જાવ છો. તમને સુખડી બનાવતા નથી આવડતી ને એટલે તમે કુરકુરેનું પેકેટ એના હાથમાં પકડાવીને છુટા થઇ જાવ છો. આ બધી વસ્તુ પાછળ દાદા-દાદી કે પિતા જવાબદાર નથી. આ બધી બાબતો ફકત માતાને જ અસરકારક છે. મમ્મી અને માતા બનવામાં ઘણો તફાવત છે. તો આજની મમ્મીઓ ખરેખર માતા કહી શકાય? એ વિચાર માંગી લે છે.
અમરોલી પાયલ વી. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top