Life Style

ગ્લેમર કિવન કરે છે દરિયાઇ જીવોનો શિકાર

દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જે પોતાના શોખ પાછળ એટલા પાગલ હોય છે કે એ પૂરો કરવા કંઇ પણ કરી છૂટે છે. આવા જ લોકોમાં એક છે અમેરિકાના ફલોરિડાની રહીશ સારા સ્નીડલ. સામાન્ય રીતે પુરુષોને હોય એવો શોખ સારાને છે. સારાને સમુદ્રી જીવો પકડવાનો શોખ છે અને તેણે થોડાં વર્ષોથી આ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પણ ઊભી કરી છે. મૂળ એ પનામાની છે અને મોડેલ રહી ચૂકી છે. સારાએ અત્યાર સુધીમાં સમુદ્રના અલગ અલગ પ્રકારનાં જીવજંતુઓને પકડયા છે. એ ફિશિંગ બોટમાં બેસી કરે છે એટલે એને ‘કશ્તીની ફિશિંગ કિવન’ કહેવામાં આવે છે. એટલું જ નહીં એના સમુદ્રના પાણીના શોખે એને ‘સારા સોલ્ટ’નું નિકનેમ પણ અપાવ્યું છે.

2017 થી સારાએ પોતાની ફિશિંગ ટ્રીપ્સ અને તેની સાથે જોડાયેલાં સાહસોનો રેકોર્ડ નોંધાવવાનું શરૂ કર્યું હતું. માછલીઓ અને સમુદ્ર જીવોનો શિકાર કરવો કોઇ ગ્લેમરસ કામ નથી પરંતુ સારાએ એને ગ્લેમરસ બનાવ્યું છે. સારા સોલ્ટે પુરવાર કર્યું છે કે ફિશિંગ માત્ર પુરુષોનું કામ નથી. ફલોરિડાની મશહૂર માછલીઓ રેડ ડ્રમ, ચેનલ બાસ, રેડ ફિશ, સ્પોટ ટેલ, રેડ બાસ સારાના કાંટામાં ફસાઇ ચૂકી છે. સારા જે માછલીઓ સહેલાઇથી પકડાઇ જાય એનો શિકાર કરતી નથી. જેક ક્રીવેલ જેવી લડાકુ માછલીને પણ સારાએ પોતાના સ્ટેમિના અને સ્ટ્રેન્થથી પકડી છે. સારા હવે ફિશિંગને ગ્લેમરસ ગેમ તરીકે પ્રમોટ કરી રહી છે.

હવે કાયમ દેખાઇ શકાશે યુવાન?!
કહેવાય છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. વૈજ્ઞાનિકો આ કદી માનતા નથી કારણ કે હવે તમારી ઉંમર ૩૦ વર્ષ ઘટી જશે એટલે કે તમે ૬૦ વર્ષનાં હો તો ૩૦ વર્ષનાં દેખાશો. વૈજ્ઞાનિકોએ એક ટેક્નિક શોધી છે. આ ટેકિનકનો ઉપયોગ જે ભાગમાં કરવામાં આવશે એ તેનું જૂનું કામ ભૂલશે નહીં અને વધારે સક્રિયતાથી કરશે જે રીતે યુવાવસ્થામાં કરતા હતા.
ઇંગ્લેન્ડની બાબ્રહ્મ ઇન્સ્ટીટયૂટના વૈજ્ઞાનિકોએ એને ‘ટાઇમ જંપ’ ટેક્નિક નામ આપ્યું છે. એનાથી તમારી ત્વચા ૩૦ વર્ષ યુવાન થઇ જશે. વૈજ્ઞાનિકો જૂની કોશિકાઓને ફરીથી રીસ્ટોર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી મોલિકયુલર સ્તર પર પોતાની જૈવિક ઉંમર ગુમાવે નહીં. આ સ્ટડી રીપોર્ટ હમણાં પ્રકાશિત થયો છે. અલબત્ત આ સ્ટડી અને રીસર્ચ બંને પ્રાથમિક સ્તર પર છે. જો કે ટેક્નિક તો વિકસિત થઇ ચૂકી છે.

Most Popular

To Top