Gujarat

CM: વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આઘ્યાત્મિક શક્તિ જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે

ગાંધીનગર: (Gandhinagar) રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાના સહભાગી સંન્યાસીએ સાથે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર (Adalaj Trimandir) ખાતે આવી પહોચ્યા હતા. આ સંન્યાસીઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આઘ્યત્મિકતા અને ધર્મનું અનુશાસન જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે. રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના 125 સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તીર્થયાત્રા ગુરૂવારે ગાંધીનગરના અડાલજ ખાતેના ત્રિમંદિર પહોંચી
આ તીર્થયાત્રા ગુરૂવારે ગાંધીનગરના અડાલજ ખાતેના ત્રિમંદિર પહોંચી હતી. આ યાત્રાના સંન્યાસીઓ સાથે સંવાદ કરતા પટેલે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઇ હાંસલ કરી રહ્યો છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં લોકોની સેવા કરવાનો અવસર અમને મળ્યો છે, ત્યારે રાજય સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુઘી કલ્યાણ યોજનાના સુફળ પહોંચે તે માટે અવિરત પુરૂષાર્થ કરી રહી છે.

વિદેશના 125 સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના નિખિલેશ્વરાનંદજીએ શ્રી રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રા સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યાત્રામાં 20 રાજયો તેમજ બાંગ્લાદેશ તથા નેપાળથી આવેલા 125 સંન્યાસીઓ જોડાયા છે. સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં જે સ્થળોની મુલાકાત લીઘી તે સ્થળોની આ તીર્થયાત્રા દરમિયાન સંન્યાસીઓ મુલાકાત લેશે. તેમણે ગુજરાતમાં આવેલાં વિવેકાનંદ મેમોરીયલને અદ્યતન બનાવવા અંગેની માહિતી આપી હતી. રામકૃષ્ણ મિશન અમદાવાદના સ્વામી પ્રભુસેવાનંદજીએ મહાનુભાવોને સત્કાર્યા હતા.

Most Popular

To Top