Charchapatra

સીબીઆઇની પાંજરામાંથી મુકિત?

બીજા વિશ્વયુધ્ધના સમય પણ મિલિટરી સપ્લાયમાં ભ્રષ્ટાચાર રોકવા માટે 1941 માં અંગ્રેજોએ કેન્દ્રીય એજન્સીની રચના કરી હતી. આઝાદીથી પહેલાં દિલ્હી સ્પેશ્યલ પુલીસ એસ્ટાબ્લિશમેન્ટ એકટ 1946 અંતર્ગત તેને કાયદાના દાયરામાં લાવવામાં આવી. આઝાદ ભારતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1963 માં એ એજન્સીને સીબીઆઇ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો. પણ આ પૃષ્ઠ ભૂમિમાં અપરાધીઓને કાયદાના ગાળિયામાં કસતી સીબીઆઇનો પોતાનો કાનૂની આધાર નબળો છે. કાયદામાં ખામીના કારણે રાજયોમાં અપરાધ નોંધાવા કે તપાસ માટે રાજય સરકારોની મંજૂરી લેવી પડે છે. જો કે સીબીઆઇની કાયદેસરતા સામે સવાલ અને વધતા દુરુપયોગ બાદ અનેક રાજયોએ આ સહમતિ પાછી ખેંચી લીધી. વળી એના માર્ગમાં રાજયો સાથે કેન્દ્ર પણ અડચણ પેદા કરતું રહ્યું છે.

પોલીસ અને તપાસ એજન્સીઓની વ્યવસ્થા સારી ન હોય તો જનતાના અધિકારોનો બલિ ચઢે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ટકોર કરી કે રાજયોની પોલીસ સાથે કેન્દ્રની સીબીઆઇ પર જનતાનો ભરોસો ઘટયો છે. અધિકારીઓ રૂલ બુકના બદલે નેતાઓના ઇશારે કામ કરે છે. જેનું ઉદાહરણ યુપીએ કાળમાં થયેલા કોલ બ્લોક ગોટાળામાં જોવા મળે છે. નાના મોટા કેસમાં હાઇકોર્ટના આદેશ પરદેશભરમાં હોબાળો મચી જાય છે. ચૂંટણી પંચ અને કેગની જેમ સ્વાયત્તતા, સ્વતંત્ર બજેટ કેડટ રિસ્ટ્રકચરિંગ સાઇબર અને બેન્કિંગ ફ્રોડ રોકવા માટે વિશેષ ટીમ આરોપી અને તપાસને અલગ કરવા જેવી બાબતો પર અમલ થાય તો જ અપરાધીઓ ગાળિયો કસી શકશે?
ગંગાધર  – જમિયતરામ હ. શર્મા       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top