Columns

ચાર એકુ ચાર… જો પાયા બને તો ઉપાડે ખુરશીનો ભાર !

ચાર એ મોસ્ટ સપોર્ટિવ સંખ્યા છે. ચાર બેલેન્સ્ડ આંકડો છે. ચાર પાયા ખુરશી ટેબલને તો સ્થિર રાખે છે પણ તેની ઉપરની વસ્તુઓ અને વ્યક્તિઓનો પણ ભાર ઉઠાવે છે. લગ્ન ચોરીમાં લઇ જવાતી કન્યાની ડોલીના ચાર પાયા છે અને કન્યા વિદાય બાદની કાર સવારીના પણ ચાર પઈયા છે. ૪ એ જન્મ બાદની પહેલી મુસાફરીના પારણાના 4 પગ છે તો મૃત્યુ બાદની અંતિમ સફરના 4 ખલા ટેકા પણ છે. પપ્પા, મમ્મી, બાબો અને બેબી એ ચારનું સંપૂર્ણ ફેમીલી છે. સાસુ, સસરા, પુત્ર અને વધુ કે પુત્રી અને જમાઈ એક સરળ સંબંધોનું સમતોલ કુટુંબ છે. ગુગલ મેપ ઉપર ચાર એ પૃથ્વીની ઉતર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ સીધી દિશાઓ પણ છે અને વાંકી દિશાના ઇશાન, વાયવ્ય અખેય અને નેત્રત્ય એમ ચાર ખૂણા પણ છે. દુનિયાના કોઈ પણ બે રસ્તા એકબીજાની આરપાર નીકળે એટલે તે બે ના ચાર રસ્તા બને છે.

ઘણા ફ્લેટ્સ એકબીજાની ઉપર ગોઠવાઈને 4 થી 40 માળનો ફ્લેટ બને છે, સો વરસની માનવ લાઈફમાં દર પચીસ વરસે આવતી બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યસ્ત એ ઋષિ યુગથી માન્ય એવી સમયખંડની ચાર અવસ્થાઓ છે. પુરાણોમાં ઋગ્વેદ,યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર મનુષ્યની પ્રકૃતિ છે. જીવનના ખોરાક, ભય, મિથુન અને નિદ્રા યાર વિષય છે. મીડિયા કે પત્રકારત્વ લોકશાહનો ચોથો સ્તંભ કહેવાય છે પણ કયારેક તે ત્રણ સ્તંભોને અસ્થિર બનાવવાની ક્ષમતા રાખે છે, સ્વબચાવ માટે લઠ, છરી, રીવોલ્વોર કે પથ્થર બગાવતના ધ્યેય ત્યારે દરેક વ્યક્તિના બે બે હાથ પગ એમ ૪ જબરદસ્ત હથિયારો જ સ્વરક્ષણ માટે કાફી છે.

આપણી ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે કે ‘યાર’શબ્દના જ ૨૨ અર્થો છે. તેમાંના કેટલાક અર્થ મારી જેમ તમારા માટે પણ નવા હશે. ખેપિયો, કેદખાનું, ગમન,જાસુસ, લીલી ઘાસ, ચારોળીનું કે આંબાનું એક ઝાડ, ગતિ, મધ્યમ રકમ, બનાવટી ઝેર અને બંધન મુખ્ય છે, આ જ “ચાર’શબ્દને જ કહેવતોએ પોતાની જાતમાં મઢી પણ છે. ‘ચાર આંખો કરવી”એ મારી છે તમારી દ્રષ્ટિ ડબલ નથી કરતી પણ ગુસ્સે થવું તેને કહેવાય છે. ‘ચાર આંખો થવી’ એટલે વિઝન વધવું નહિ પણ ઈર્ષા થવી કે પ્રેમમાં ઘેલછા થવી. ‘ચાર કાનની વાત છ ને ન જવા દેવી’ એટલે ઘરની વાત સાર્વજનિક ના કરવી.

‘ચાર ચાર ગાઉ ચાલતા ચાલીસ માઈલ કપાય’એટલે ઝડપથી ચાલવાની વાત નથી પણ ધીરજ રાખતા ગમે તેટલું મોટું કામ પાર પડે છે. ‘ચાર ચશ્મ કરવું’એટલે બે ચશ્માવાળા ભેગા થવા એવું નહિ પણ સન્મુખ કરવું. ‘ચાર દહાડાનું ચાંદરણું અને ઘોર અંધારી રાત’એટલે પુનમ અમાસનો પકડદાવ ‘ચાર દાણા નાખવા’એટલે ચકલાની ભૂખ સંતોષવી નહિ પણ ચકા ચકીનો વિવાહ કરવો ‘ચાર દાણા પણ ના હોય’ એટલે ગરીબી નહિ પણ સાધારણ અક્લની પણ કમી. ‘ચાર દિનકી ચાંદની’એટલે ક્ષણિક આનંદ, કયારેક કહેવતોમાં ચોગડો ખોળે ચવાઈ જાય છે, ‘ચાર મળે ચોટલા, ભાંગે  કોઇના ઓટલા’એક જમાનામાં એટલે કે મોબાઈલ અને ટીવીના જમાના પહેલાની પોળ કે સોસાયટીની મહિલાઓ માટે સામુહિક વાતો કરાતી તે ચુગલી કહેવત હતી.

આજની ચાર મોર્ડન માનુનીઓ કિટી પાર્ટીના ગેધરીંગ ઉપર કે વોટ્સએપ ઓટલા ઉપર રેસીપીની આપ લે કરતા કે દેવી દેવતાના ફોટાઓ અને મોટીવેશનલ સંદેશાઓની આપ લે વધુ ફોરવર્ડ કરતી હોય છે. ‘ચાર મળે ટાલિયા ત્યારે પાડે તાલીયા’ જેવી કહેવતનો હમણા જ શીધ્રજન્મ થયો છે. તો નક્કી કોઈ ઓફિસમાં ચાર મૂછોટાલો વાળાઓ વયસ્ક ટુચકાઓ ઉપર એકબીજાની સાથે ‘હાઈ ફાઈ ના ઠહાકા મારીને લેતા હોય છે.

‘ચાર હાથ કરવા’એટલે ભેટવું નહિ પણ બીજા એક માણસની મદદ લેવી. હા, ‘ચાર હાથ થવા’ એટલે પરણવું અને લગ્નના ચાર વરસ પછી કયારેક ચાર હાથ બતાવવા’એટલે બીવડાવવું કોમન જોવા મળે છે. ‘ચારની કાંધે ચડવું એકમાત્ર અંતિમ સફરનું સનાતન સત્ય છે. ‘ચારે ખરિયાં પેટમાં સેવા એટલે વેસ્ટેડ સ્પર્મ, પૂર્ણ બ્રહ્મચારી હોવું કેટલીક વિરીધાભાસી કહેવતો પણ છે. ‘ચાર હાથ ઉપર હોવા’એટલે પ્રભુની સંપૂર્ણ મહેરબાની હોવી અને ‘ચારે હાથ હેઠા પાડવા એટલે નિરાધાર થવું. ‘બે ને બે ચાર થવું’એટલે એકદમ સ્પષ્ટ,

બોલીવુડમાં કે હેલીવુડમાં ફિલ્મ ટાઈટલમાં ‘ચાર’નો આંકડો એટલો છવાયેલો નથી, બોલીવુડમાં ગણીને ચાર ફિલ્મો છે. ‘તીન બત્તી ચાર રસ્તા’, ‘ચાર દિન કી ચાંદની’, ‘વન ટુ કા ફોર’, અને ‘ડેઝી ફોર’. હોલીવુડમાં તો ૪૦ ફિલ્મો છે પણ એવું લાગે કે મનુષ્યના કે પ્રાણીઓની આંકડાની ગણતરી થાય છે. ‘A brothers’ ,’ 4 sisters, ‘4 littlegirls’, ‘40 man’, ‘4muskeetlars, 4 hoarsemen’, ‘4 lions’, વગેરે વગેરે. આપણા હોલીવુડમાં તો એક પણ યાદ આવતી નથી. ક્રિકેટમાં 4 નંબરની જર્સી પુરુષોમાં ઝડપી નટરાજ નૃત્યની જેમ આવીને ખોવાઈ ગયેલો ફાસ્ટ બોલર ટી. નટરાજને તેની ટૂંકી કેરિયર દરમ્યાન પહેરતો હતો.. ભારતીય મહિલા ક્રિકેટમાં તો ‘ચાર મળે ચોટલા. . .’ કહેવત એટલી સીરીયસલી લીધી છે કે કોઈ પણ મહિલા ક્રિકેટરે ૪ નંબરની જર્સી પહેરી નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૪ નંબરની જર્સી બે પ્લેયર પાસે છે.

ઓસ્ટ્રેલિયાની ૧૯૯૯ની વર્લ્ડ કપ વિનર ટીમનો ફાસ્ટ બોલર પોલ સફેલ જે અત્યારે તો એલાઈટ એમ્પાયરના લીસ્ટમાં છે. બીજો પ્લેયર અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર અમીર હમઝ છે. ફૂટબોલમાં ૪ નંબરની જર્સી ડીફેન્સ ફોરવર્ડ નરેન્દ્ર ગેસ્લોટ પાસે છે. જ્યારે એક પુરષ એક સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે લોકો માને છે કે તે બે ના એક થાય છે પણ મારું માનવું છે કે તે ચાર થાય છે. લાંબા અને સફળ લગ્નજીવન માટે તેમના ચાર હાથથી એકબીજાની બાહોમાં ખોવાય છે. ચાર પગથી એકબીજાની આગળ પાછળ નહી પણ સાથે ચાલીને સહજીવનની સફર માણે છે. ચાર આંખો એકબીજાને નહિ પણ એક દિશામાં જ છે. ચાર કાનોને ક્યારેય કાચા પડવા દેતા નથી. સાથે મળીને એકબીજાનું સારું સારું સાંભળે છે અને નકામું બે કાને સાંભળીને બે કાને કાઢી નાખે છે. ચાર નાકના ફોયણા સંગતની સુગંધથી મઘમઘે છે, બંનેના બે મોટા અને બે નાના મગજ સફળ લગ્નજીવન બનાવવા મગજમારી ઓછી અને મગજયારી વધુ કરે છે. 1 સફળ કૌટુંબિક જીવન માટે ૨ વ્યક્તિઓ ૪ ગણી ઉર્જા લાવે છે.

Most Popular

To Top