SURAT

ધોરણ-9થી 12માં પ્રવેશ માટે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયભરમાં પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રવેશવંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ (Admission) માટે વધુ એક વખત મુદત વધારી 31 જાન્યુઆરી કરવામાં આવી છે. કોરોનાને પગલે આ વરસે એકેડેમિક ટર્મ ધોવાઇ ગઇ છે. લોકો પણ કોરોનાના લોકડાઉનને પગલે પોત પોતાના વતન તરફ નીકળી ગયા હતા. સેંકડો લોકો ગુજરાત બહાર પણ નીકળી ગયા હતાં. હવે તેઓ ધીરે ધીરે ફરી રોજગારીની આશાએ સુરત પરત ફરી રહ્યાં છે.

આ સંજોગોમાં ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) આવા ઉમેદવારો કે જે લોકડાઉનને પગલે પ્રવેશ મેળવી શક્યા નથી તેમના માટે ડીઇઓની પરવાનગી લઇ આગામી 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં પ્રવેશ આપી શકાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બોર્ડે આ સમયાવધિ 30 સપ્ટેમબર-2020 રાખી હતી. તે મુદત ફરી એક મહિનો લંબાવી 31 ઓક્ટોબર કરાઇ હતી અને તે પછી પણ કેટલાય શ્રમિકોના બાળકો સ્કૂલમાં રજિસ્ટર્ડ નહીં થતા આ તારીખ નવેમ્બર 30 સુધી લંબાવી આપી હતી. હવે આ વખતે વધુ એક તક આપી બોર્ડે 31 જાન્યુઆરી સુધી પ્રવેશ આપી શકાશે તેવી જાહેરાત કરી છે.

1 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધો.9-11નાં વર્ગો અને ટયુશન કલાસ પણ શરૂ કરવામાં આવશે

ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State Home Department) દ્વારા પણ ગુજરાતની ગાઈડલાઈન (Guideline) બહાર પાડવા કવાયત હાથ ધરાઈ છે. આ જાહેરાત અને ગાઈડલાઈન મુજબ રાજ્યમાં આગામી 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં શાળાઓ અને ટ્યુશન ક્લાસિસ (Schools and tuition classes) શરૂ કરી શકાશે, જેમાં ખાસ કરીને તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. આ ઉપરાંત શાળા કે ટ્યુશન ક્લાસિસના કોરોના (Corona Pandemic) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનો રહેશે. સાથે જે વિદ્યાર્થીઓ ઓન લાઈન હાજરી પુરાવવા માંગતા હોય તેમને તેની છૂટ આપવામાં આવી છે.

1 ફેબ્રુઆરીથી રાજ્યમાં તબક્કાવાર શાળાઓ-ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે
જ્યારે જે વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપવા માંગતા હોય તેમણે વાલીની લેખિત મંજૂરી આપવાની રહેશે. સ્કૂલોમાં હાજરી ફરજિયાત ગણાશે નહીં, તે માત્ર વાલીઓની મંજૂરીના આધારે ગણવાની રહેશે. જ્યારે કોલેજો તેમજ ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ (Higher educational institutions) શરૂ કરવા માટે ગૃહ મંત્રાલયની સાથે મંત્રણા કર્યા બાદ નિર્ણય લેવાશે. પીએચડીના વિદ્યાર્થીઓ (PhD students) તેમજ ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ લેબોરેટરીનો ઉપયોગ કરી શકશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top