Business

FIFA WC: અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર પાંચ વખત ચેમ્પિયન બનેલું બ્રાઝિલ થયું બહાર…

કતાર : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની (Football World Cup) પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં (Quarter Finals) પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો (Brazil) પરાજય થયો છે. ક્રોએશિયાએ (Croatia) વિશ્વની નંબર-1 ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી દેતા હવે ચેમ્પિયનનું સપનું તૂટી ગયું છે. હવે આ સાથેજ ક્રોએશિયા સતત બીજી વખત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.અને હવે બ્રાઝિલની ટીમ સતત બીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં બહાર ફેંકાઈ ચુકી છે. આ મેચમાં બ્રાઝિલ માટે સ્ટાર ખેલાડી નેમારે ગોલ કર્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.એક્સ્ટ્રા ટાઈમના સમયમાં રમત સમાપ્ત થયા બાદ સ્કોર 1-1ની બરોબરી પર રહ્યો હતો. ક્રોએશિયા પેનલ્ટી પર 4-2 થી આગળ નીકળી જતા તે વિનર બન્યું હતું.

  • ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 1 ટીમને હરાવી
  • પાંચ વખત ચેમ્પિયન બનેલું બ્રાઝિલ થયું બહાર
  • ક્રોએશિયા માટે પેનલ્ટી શૂટઆઉટ તેનો ખુબ જ મજબૂત પક્ષ રહ્યો છે

ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર
મેચમાં ક્રોએશિયાએ ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર કરી દેતા તેણે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 1 ટીમને હરાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાએ 4-2થી મેચ જીતી લીધી હતી. તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પણ જાપાન સામેની મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જીતી ગઈ હતી. છેલ્લી વખત 2018માં ક્રોએશિયાની ટીમે ફાઈનલ પહેલા પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ નોકઆઉટ મેચ જીતી હતી. ફાઇનલમાં ફ્રાન્સે આવું ન થવા દીધું અને મેચ 4-2થી જીતી લીધી હતી.

નિર્ધારિત 90 મિનિટ સુધી આ મેચમાં એક પણ ગોલ થયો ન હતો.
આ મેચ અંતે એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી એક્સ્ટ્રા ટાઇમના પહેલા હાફના ઇન્જરી ટાઇમમાં નેમારે ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે 105મી + 1મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી હતી. એવું લાગી રહ્યું હતું કે બ્રાઝિલની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ કંઈક બીજું જ થવાનું હતું. પેટકોવિચે 117મી મિનિટે ગોલ કરીને ક્રોએશિયાને બરાબરી પર લાવી દીધું હતું. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી.

ક્રોએશિયા માટે પેનલ્ટી શૂટઆઉટ તેનો ખુબ જ મજબૂત પક્ષ રહ્યો છે. આ મેચમાં બ્રાઝિલને હરાવવો મોટો પડકાર હતો પણ ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવકોવિચે મેચમાં લગભગ 12 થી 13 ગોલ બચાવ્યા હતા. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં રોડ્રિગોનો ગોલ પણ અટકાવ્યો હતો.

Most Popular

To Top