SURAT

નોવાસેવા એરપોર્ટ પર ઓઇલ લેન્ડિંગ થઇ ગયુ છે કહી તેમજ ઇનવોઇસ મોકલી આપી ગઠિયાએ ખેલ રમી કાઢયો

સુરત : સુરતમાં (Surat) ઇમ્પોર્ટેડ ઓઇલનો (Imported oil) ઓર્ડર આપનાર સેલ્સ એક્ઝિક્યુટિવ (Sales Executive) અને તેની કંપનીને શકીલ નામનો ગઠિયો 20.81 લાખનો ચૂનો ચોપડીને ગુમ થઇ ગયો હતો, આ મામલે અર્પિતા એન્ટરપ્રાઇઝમાં દોઢ વર્ષથી સેલ્સ એક્ઝિક્યુટિવની નોકરી કરતા જીગ્નેશ પ્રવિણ સોલંકી (ઉં. વર્ષ 30) દ્વારા સાયબર ક્રાઇમમાં પોલીસ (Police) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યાનુસાર તેઓ મહારાષ્ટ્રની વેલ્યુઅર રિયાલિટી સોલ્યુશન કંપનીના માલિક હરપ્રિતસિંઘ સાથે છેલ્લા છ મહિનાથી ઓઇલનો બિઝનેશ કરે છે. તે તેઓની કંપનીના કલાઇન્ટ છે. ગઇ તા. 14 નવેમ્બરના રોજ તેઓ પાસે હરપ્રિત સિંગ દ્વારા ઇમ્પોર્ટેડ ઓઇલની ખરીદવા માંગતા હોવાનુ જણાવ્યુ હંતુ. ત્યારબાદ 3 દિવસ પછી તેઓ પર શકીલ ખાન નામના ઇસમનો ફોન આવ્યો હતો શકીલ ખાન સાથે તેઓ એક વર્ષથી ધંધાર્થે સંકળાયેલા છે.

શકીલખાને તેઓએ જણાવ્યું કે તેઓને ઇમ્પોર્ટેડ ઓઇલનુ વેચાણ કરતી કંપની આરાધના ક્રિએશન નામની કંપનીનો માલ કસ્ટમમાં ક્લિયર થવા ઉપર છે તે હું તમને બૂક કરાવીને આપીશ. ત્યારબાદ તેમણે એક ટેન્કર ઓઇલનો ઓર્ડર આપવામાં આપ્યો હતો. દરમિયાન તા. 18 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી શકીલખાન દ્વારા માલ લોડ થઇ રહ્યો હોવાનું જણાવ્યુ હતુ. તા. 22ના રોજ માલ લોડ થઇ ગયો છે તેમ જણાવીને બોગસ ઇનવોઇસ તેઓને મોકલી આપવામાં આવ્યું હતું. તેના નાણા ચૂકવવા માટે શકીલ ખાન દ્વારા ફોન પર જણાવવામાં આવ્યુ હતુ.

આરટીજીએસ થી તેઓ દ્વારા 20.81 લાખ નાણા મોકલવામાં આવ્યા બાદ તે મામલે ઇ વે બિલ જે મોકલવાનુ હતું તે શકીલ ખાન દ્વારા મોકલવામાં આવ્યું ન હતું અને પછી મોકલુ છુ કહીને ફોન બંધ કરી દીધો હતો. દરમિયાન બાદમાં તપાસ કરતા આ મામલે છેતરપિંડી થઇ હોવાનુ માલૂમ પડતા સુરત સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top