World

ચીનમાં પૂરથી સ્થિતિ બેકાબૂ: 5 લાખ લોકો અસરગ્રસ્ત, 400 મિલિયન ડોલરનું નુકસાન

ચીન: ચીન(China) હજુ કોરોના(Covid)ના કહેરમાંથી બહાર નથી આવ્યું કે હવે કુદરતી આપત્તિના કારણે આફત આવી છે. ચીનમાં ભારે વરસાદ(Heavy Rain)ને કારણે જિયાંગસીના 55 જીલ્લામાં પૂર(Flood)ની ખરાબ સ્થિતિ છે. જિયાંગસીમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જિયાંગસીના 55 જીલ્લામાં વરસાદી પૂરને કારણે અડધા મિલિયન લોકોને અસર થઈ છે, જ્યારે 43,300 હેક્ટરનો પાક વરસાદથી નાશ પામ્યો છે. જો કે વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે જિયાંગસીમાં ફરીથી ભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદ અને પૂરને કારણે જિઆંગસીના ઘણા વિસ્તારો પાણી ભરાઈ જવા અને ભૌગોલિક આફતોનો ખતરો વધી રહ્યો છે.

અનેક નદીઓ છલકાઈ, રેડ એલર્ટ જારી
મીડિયા રિપોર્ટ્સ મુજ, પૂરનાં કારણે લગભગ 70 મિલિયન ડોલરનું સીધું નુકસાન થયું છે. ચીનના ઘણા વરસાદી વિસ્તારોમાં નદીઓ ઉભરાઈ રહી છે. જેમ જેમ ચોમાસું યાંગ્ત્ઝી નદીના તટપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ આ નદીમાં પાણીનું સ્તર વધવાનો ભય છે. ચીનમાં બનેલા હાઈડ્રોલોજિકલ સ્ટેશનોએ પાણીના સ્તરમાં વધારાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

fea

જિયાંગસીમાં 400 મિલિયન ડોલર નુકસાનનું મૂલ્યાંકન
જિયાંગસી પૂરથી પ્રાંતને આશરે 400 મિલિયન ડોલરનું આર્થિક નુકસાન થવાની ધારણા છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને મોટા પાયે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં લગભગ 83,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, 28 મેથી આવેલા મુશળધાર વરસાદ અને પૂરે રાજ્યના 80 પ્રાંતોમાં વિનાશ વેર્યો છે.

જો પોયાંગ તળાવમાં પાણી વધશે તો પૂર આવશે
પોયાંગ તળાવમાં પણ પાણીમાં વધારો થવાની ભીતિ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચીનના સૌથી મોટા મીઠા પાણીના તળાવ પોયાંગમાં આગામી 4 દિવસમાં પાણીનું સ્તર વધુ વધશે. સ્થિતિ એ છે કે આ પાણી ખતરાના નિશાનથી 0.4 મીટર સુધી વધી શકે છે, જેના કારણે આ વિસ્તારમાં પૂર આવી શકે છે.

પૂર, પાણી ભરાવાને કારણે આપત્તિનું જોખમ
પૂરના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાનો ભય પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જિઆંગસીના વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન, જળબંબાકાર અને ભૂસ્તરશાસ્ત્રીય આફતોનો ખતરો હોઈ શકે છે. અધિકારીઓએ ક્લાઈમેટ ચેન્જ અને પૂર નિયંત્રણ માટે ઉચ્ચ સ્તરીય દેખરેખની માંગ કરી છે. જો કે આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 83 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં વધુ વરસાદની આગાહી છે.

Most Popular

To Top