SURAT

શિવસેનાના વધુ 3 ધારાસભ્યો વાયા સુરત ગુવાહાટી પહોંચ્યા, બીજા 4 સુરત આવ્યા

સુરત (Surat): મહારાષ્ટ્રમાં (Maharashtra) આવેલા રાજકીય ભૂકંપનું એપીસેન્ટર સુરત બન્યું છે. સોમવારની રાતથી સુરતની લા મેરેડીયન હોટલ જાણે રાજકીય તોફાનનું કેન્દ્ર બન્યું છે. શિવસેનાના (Shivsena) એકનાથ શિંદે (Eknath Shinde) સાથે તબક્કાવાર શિવસેનાના 38 ધારાસભ્યો (MLA) વાયા સુરત ગુવાહાટી (Guwahati) પહોંચી ગયા બાદ આજે ત્રીજા દિવસે પણ મહારાષ્ટ્રથી સુરતમાં શિવસેનાના ધારાસભ્યો, સાંસદોનો આવવાનો સિલસિલો યથાવત છે. આજે વધુ 7 ધારાસભ્યો સુરત આવ્યા તે પૈકી 5ને સવારે ગુવાહાટી મોકલી દેવાયા હતા, જ્યારે બીજા 4ને મોકલવાની તૈયારીઓ કરી લેવાઈ છે. દરમિયાન ધારાસભ્ય સંજય રાઠોડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી છે.

આજે મહારાષ્ટ્ર શિવસેનાના મંગેશ કુંડાલકર, સદા સરવનર અને સંજય રાઠોડ સુરત આવી પહોંચ્યાં હતાં. ડુમસની હોટલમાં ધારાસભ્યોએ ટૂંકુ રોકાણ કર્યા બાદ તેમને સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી ખાસ વિમાન મારફતે તમામને આસામના ગુવાહાટી મોકલાયા હતાં.

આ અગાઉ સોમવારે મોડી રાત્રે શિવસેનાના કેબિનટે મંત્રી એકનાથ શિંદે સહિત 34 ધારાસભ્યોનો સુરત લઇ લવાયા બાદ મંગળવારે આખો દિવસ ઓપરેશન લોટસથી રાજકીય ગતિવિધિઓ ધમધમતી રહી હતી. દરમિયાન રાત્રે અઢી વાગ્યે સુરત એરપોર્ટ પરથી આ તમામને ચાર્ટર પ્લેન મારફત આસામના ગુવાહાટી ખાતે મોકલી અપાયા હતા, જો કે બુધવારે પણ આ રાજકીય ઘટનાક્રમ આગળ વધ્યો હતો. બુધવારે વધુ પાંચ બળવાખોર ધારાસભ્યોને સુરત લાવ્યા બાદ ચારને ગુવાહાટી રવાના કરાયા હતાં જયારે મોડી રાતે આવેલા એક ધારાસભ્યને ગૂરૂવારે સવારે ગુવાહાટી મોકલવા વ્યવસ્થા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય શિવસેનામાં બળવો થયા બાદ તેના ધારાસભ્યોને સુરતની  ફાઈવ સ્ટાર હોટલમાં 24 કલાક  સરભરા કરવામાં આવી હતી. ત્યાર બાદ મોડી રાત્રે  સુરતની હોટલથી  એરપોર્ટ લઈ જઈ તેમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી  શિવસેનાના એક ધારાસભ્ય નીતિન દેશમુખ પરત મહારાષ્ટ્ર ફર્યા છે જોકે, બુધવારે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ શિવસેનાના ત્રણ ધારાસભ્ય યોગેશ કદમ, ગોપાલ દલવા અને મુંજુલા  ગાવિત તથા અન્ય એક વ્યક્તિ સાથે સુરત આવી પહોંચ્યા હતા. જેને પણ સુરતથી ચાર્ટર ફલાઇટ કરી ગુવાહાટી મોકલાયા છે. તેમજ મોડી રાતે વધુ એક ધારાસભ્ય સુરત આવશે અને રાતવાસો કર્યા બાદ સવારે ગુવાહાટી જવા રવાના થશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે
મહારાષ્ટ્રનું વડુ મથક મુંબઈ તથા અન્ય શહેરમાંથી ગૌહાટી  ફ્લાઇટ છે તેમ છતાં આ ધારાસભ્યોને  મુંબઈથી ગૌહાટી વાયા સુરત કેમ લાવવામાં આવી રહ્યાં છે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top