Dakshin Gujarat

ભરૂચમાં બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાની બાબતમાં ઝઘડો થતા 2 શખ્સો પર 5 શખ્સનો લોખંડની પાઈપથી હુમલો

ભરૂચ: ભરૂચના (Bharuch) રાજીવ નગર ઝુપડપટ્ટીમાં નાના છોકરાઓ ગેમ (Game) રમવા બાબતે અંદરોઅંદર ઝઘડો થયો હતો.તેઓનું ઉપલાણું લઈને રિક્ષા ડ્રાઈવર શખ્સના માથામાં ઝુપડપટ્ટીના પાંચ ઈસમોએ લોખંડના પાઈપ માર્યો હતો. ડ્રાઈવરના ભાણેજને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપી હતી.

  • ભરૂચ રાજીવ નગર ઝુપડપટ્ટીમાં મોબાઈલ ગેમ બાબતે બાળકો વચ્ચે ઝઘડો થતા વાત વણસી
  • પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધાયો

ભરૂચના રાજીવ નગર ઝુપડપટ્ટીમાં ૨૮ વર્ષના સચીનભાઈ પુનમભાઈ વસાવા રિક્ષા ડ્રાઈવર અને મંડપનું કામ કરે છે. તા-૧૮/૩/૨૦૨૨ના રોજ ભાથીજી મંદિર પાસે નીલ પરમાર અને બીજા છોકરાઓ મોબાઈલ પર ગેમ રમતા રમતા ઝઘડવા લાગ્યા હતા. તે વેળા તેમનો ભાણેજ ધવલ ધર્મેશભાઈ વસાવા મંદિરમાં દીવાબત્તી કરીને બહાર નીકળતા હતા. તેમણે લડતા છોકરાઓને છોડાવ્યા હતા. આ તકરારમાં નીલ પરમારનો મોટોભાઈ કૃણાલ પરમાર, ગૌરાંગ પરમાર અને કરણ વસાવા આવીને ધવલ સાથે બોલાચાલી કરીને લાકડાનો સપાટો મારી દીધો હતો.

રાત્રે દસેક વાગ્યે ફરીથી આ ત્રણેય શખ્સો ફરી આવીને ધવલ વસાવા સાથે બોલાચાલી કરી હતી. એ વખતે સચિન વસાવા છોડાવવા વચ્ચે પડતા ગૌરાંગ પરમારે લોખંડનો પાઈપ વડે તેમના માથામાં માર્યું હતું. કૃણાલ પરમારના મિત્રો દેવું વસાવા અને શિવ વસાવા આવીને ધવલને ઢીકાપાટુનો માર માર્યો હતો . બંને ઈજા થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા .જે બાબતે પાંચેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સોસાયટીના કોમોન પ્લોટની માપણી બાબતે ઝઘડામાં ઉપપ્રમુખ પર હુમલો
સુરત : બારડોલી અકસા નગરમાં કોમન પ્લોટની માપણી બાબતે ઝઘડો થતા સોસાયટીના રહીશે કમિટીના એક સભ્યને લાકડાના સપાટા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો બારડોલી ટાઉન પોલીસમાં પહોંચ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી ગાંધી રોડ ઉપર આવેલ અકસા નગર સોસાયટીમાં રહેતા ઈમ્તિયાઝ અહમદ ઉમરભાઈ કડીવાલા શાહીન પાર્ક સોસાયટીના ઉપપ્રમુખ છે. પોલીસ ફરિયાદ મુજબ શાહીન પાર્કની બાજુમાં જ અકસા નગર સોસાયટી આવેલી છે અને શાહીન પાર્ક સોસાયટીના નકશા પ્રમાણે એક કોમન પ્લોટ આવેલો છે. જેને અડીને અકસા નગરના છેડા ઉપર રહેતા એહતેસામ કાજીનું ઘર આવેલું છે તથા બકરાનો તબેલો આવેલો છે તથા તેના ઘરની બાજુમાં ગરીબ નવાજ નામનું બે માળનું એપાર્ટમેન્ટ બનાવેલું છે. જે એપાર્ટમેન્ટની દક્ષિણે એહતેસામ કાજીએ ટોઇલેટ બાથરૂમ બનાવ્યું હતું. જે તોડીને તે બીજો રૂમ બનાવી રહ્યો છે. શાહીન પાર્ક સોસાયટીની કમીટીએ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ કમિટીએ કોમન પ્લોટની માપણી બાબતે બારડોલી નગર પાલિકાના અધિકારીઓને અરજી આપી બોલાવી રજૂઆત કરતા તેઓ પણ ત્યાં આવ્યા હતા અને તેમણે આ બાંધકામ અટકાવ્યું હતું.

ગતરોજ તારીખ 19મી માર્ચના રોજ COPની માપણી કરવા માટે ખાનગી માપણી કરતા હતા તે સમયે સોસાયટીના પ્રમુખ ઝાબીરભાઈ તથા કમીટી સભ્યો ઈમરાન યુસુફ મુલ્લા, આશીફ બશીરભાઈ મેમણ તથા મહેમુદભાઈ મેમણ તથા યાશીર અશલમ કુરેશી, હનીફભાઈ રઝાક કુરેશી પણ ત્યાં હાજર હતા. માપણી અધિકારીઓએ માપણી કરતા છેડા ઉપર સફેદ કલરનો પટ્ટો મારી આગળની માપણી કરી રહ્યા હતા તે સમયે ત્યાં એહતેસામ કાજી આવી કહેવા લાગ્યો કે ‘મારી પ્રોપટીમાં કેમ પટ્ટો માર્યો’ તેમ કહી કમિટીના સભ્યોનેગાળો આપી અને તેને સમજાવતા તે વધારે જુસ્સામાં આવેલ અને પાસે પડેલો લાકડાના સપાટો લઈ ઉપપ્રમુખ ઈમ્તિયાઝભાઈને મારી માથાના ભાગે અને જમણી આંખ પાસે ઇજા પહોંચાડી હતી. તેમને સારવાર માટે પહેલા બારડોલીની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. ઘટના અંગે ઈમ્તિયાઝે એહતેસામ કાજી વિરુધ્ધ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top