Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ : વલસાડ-પારડીમાં પાંચ ઈંચ

લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં મેઘાની બીજા રાઉન્ડમાં તોફાની બેટિંગ શરૂ થઈ છે. ખાસ કરીને વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સુરતમાં તોફાની વરસાદ થયો છે. એકલા પારડીમાં જ પાંચ ઈંચ વરસાદ થયો છે.ગુરૂવારે સાંજ સુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યમાં 96 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વલસાડ, નર્મદા, સુરત અને નવસારી તેમજ દાહોદમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા.24મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભરે વરસાદ રહેશે, તેમ પણ જણાવ્યું છે. આજે દિવસ દરમ્યાન પારડી અને વલસાડમાં પાંચ ઈંચ, વાપી અને ધરમપુરમાં પોણા ત્રણ ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ , ઉમરગામમાં અઢી ઈંચ, કપરાડામાં સવા બે ઈંચ, ડાંગના વઘઈમાં, તાપીના ડોલવણમાં, ભરૂચના અંકલેશ્વરમાં અને સુરતના ઉમરપાડામાં સવા બે ઈંચ, વ્યારામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો, એકંદરે રાજ્યમાં 27 તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં વાપી અને બારડોલીમાં 4 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં વાપી, બારડોલી અને પારડીમાં ચાર ઈંચ વરસાદ થયો છે. જયારે 30 તાલુકાઓમાં 1થી 4 ઈંચ વરસાદ થયો છે

Most Popular

To Top