Dakshin Gujarat

દાગીના ગીરવે મૂકી લોન લેવા મુદ્દે પિતા-પુત્ર વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાવી

પારડી: પારડીના (Pardi) મોતીવાડા ગામે પરિવાર વચ્ચે દાગીના ગીરવે મૂકી લોન (Loan) લેવા મુદ્દે મારામારી થતા પિતા-પુત્રની (Father Son) સામસામી પારડી પોલીસ મથકે 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે 1 મહિલા સહિત 4 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

  • પારડીના મોતીવાડા ગામે પરિવારમાં બખેડો : મહિલા સહિત 4ની ધરપકડ

પારડીના મોતીવાડા ગામે નિશાળ ફળિયા ખાતે રહેતા દિલ્પેશ કાંતિ પટેલે બે વર્ષ અગાઉ લગ્ન માટે તેની ફોઇ દક્ષાબેન હસમુખભાઈ પટેલના દાગીના ગીરવે મૂકી રૂ. 1.50 લાખની લોન લીધી હતી. જે અંગે ફુઈના પુત્ર ઉજ્જવલએ તેની મમ્મીના ગીરવે મુકેલા દાગીના છોડાવી આપવા દિલ્પેશને જણાવ્યું હતું. ઉજ્વલ એ ધાકધમકી આપતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં ગુરૂવારે દિલ્પેશની કારના ટાયરમાંથી ઉજ્વલએ હવા કાઢી નાખતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે દિલ્પેશના પિતા કાંતિલાલ અને ભાઇ મનીશ આવીને ઢીકમુક્કીનો માર મારતા દિલ્પેશના હાથની આંગળી ઈજા પહોંચી હતી. પારડી પોલીસમાં દિલ્પેશ પટેલે પિતા કાંતિલાલ ગોપાળભાઈ પટેલ, ભાઈ મનીષ કાંતિલાલ પટેલ અને ફોઈના છોકરા ઉજ્જવલ પટેલ મળી ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સોનાના દાગીના લોન મુદ્દે મારામારીની સામસામે ફરિયાદમાં કાંતિલાલ ગોપાલભાઈ પટેલે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીના બહેન દક્ષાબેન ના દાગીના સાચવવા પત્ની ને આપ્યા હતા. જે બે વર્ષ અગાઉ ફરિયાદીના પત્ની દેવીબેન પાસેથી પુત્ર દિલ્પેશ પટેલ લઇ ગયેલ અને ગીરવે મૂકી લોન લીધી હતી. જે દાગીના પરત આપવા માટે ઉજ્વલ અને દિલ્પેશ વચ્ચે તકરાર થઇ હતી અને દિલ્પેશ ના કાર ના ટાયર માંથી ઉજ્વલ એ હવા કાઢી નાંખી હોવાની શંકા રાખી તેને નાલાયક ગાળો , ઢીક્કામુક્કી નો માર મારતા ફરિયાદી નો બીજો પુત્ર મનીષ વચ્ચે પડતા તેને દિલ્પેશ એ લાકડા વડે માર મારતા પગમાં ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને બીજી વાર અમારી વચ્ચે પડશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પિતા કાંતિલાલ પટેલ એ પારડી પોલીસ મથકે પુત્ર દિનેશ પટેલ અને પુત્રવધુ શ્રદ્ધા પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મથકે બંને પક્ષો વિરુદ્ધ 5 સામે ફરિયાદ નોંધાતા પોલીસે 1 મહિલા સહીત 4 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top