National

મહારાષ્ટ્ર મહાસંગ્રામ: ‘અમારી જાનને જોખમ છે’ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાજકીય ડ્રામામાં વધુ એક ટ્વીસ્ટ આવ્યું છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે અમારી જાનને ખતરો છે. અમને રોજ ધમકી મળી રહી છે. બીજી તરફ અરજીમાં બળવાખોર ધારાસભ્યોએ અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરવા સામે પડકાર ફેંક્યો છે. બીજી અરજીમાં વિધાનસભામાં શિંદેની જગ્યાએ અન્ય કોઈ ધારાસભ્યને શિવસેના ધારાસભ્ય દળના નેતા અને મુખ્ય દંડક બનાવવાને પણ પડકાર ફેંક્યો છે. મળતી માહિતી મુજબ શિંદે જૂથે તેમની અરજીની નકલ પ્રતિવાદી મહારાષ્ટ્ર સરકારને મોકલી દીધી છે. જેથી કોર્ટમાં નોટિસનો સમય બચી શકે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સવારે 10.30 કલાકે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે તેવી શક્યતા છે. જયારે બીજી તરફ ગૃહ મંત્રાલયે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 ધારાસભ્યોને ‘Y+’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

આ બધા રાજકીય ડ્રામા વચ્ચે ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. ત્યારે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ઠાકરે અને શિંદે સમર્થક સમર્થન અને વિરોધમાં નારા લગાવી રહ્યા છે. ગુવાહાટીમાં હાજર શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉભેલા ધારાસભ્યોને અયોગ્ય ગણાવવા માટે કોર્ટ જવાની તૈયારીમાં છે. આ સંબંધમાં શિંદે જૂથની એક બેઠક પણ થઈ જેમાં કાયદાકીય રણનીતિ વિશે વિચાર વિમર્શ કરવામાં આવ્યું. મહારાષ્ટ્રનો રાજકીય સંગ્રામ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં, શિવસૈનિકો શિંદેના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શિંદે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કેટલાક કિલોમીટર સુધી કૂચ કરી હતી. બીજી તરફ દિલ્હી જતા પહેલા શરદ પવાર ફુલ એક્શન મોડમાં આવી ગયા છે. ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ શરદ પવારને મળવા પહોંચ્યા છે. જ્યારે અજિત પવાર અને જયંત પાટીલ અને પ્રફુલ પટેલ શરદ પવારને મળવા બહાર આવ્યા હતા. આ પહેલા અનિલ દેસાઈ અને બાળાસાહેબ અને થોરાટ એકસાથે ગયા છે. MVA સરકારને બચાવવાની રણનીતિ પર પવાર એક પછી એક નેતાઓને મળી રહ્યા છે. તેઓ 2.40ની ફ્લાઈટથી દિલ્હી જશે. એક તરફ શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદે ધારાસભ્યોનો આંકડો પૂરો હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે, કેટલાક બળવાખોર ધારાસભ્યો સંજય રાઉતના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જેથી શીંદેનો બહુમત મેળવવાનો માર્ગ મુશ્કેલ દેખાઈ રહ્યો છે. એકનાથ શિંદે દાવો કરે છે કે તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો છે. સૂત્રોનું માનીએ તો આમાંથી 20 ધારાસભ્યો સંજય રાઉતના સંપર્કમાં છે.

દેવેન્દ્ર ફડણવીસે તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં ભાજપની કોર ટીમની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પ્રસાદ લાડ, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર, ધનંજય મહાડિક સહિતના મહત્વના નેતાઓ હાજર રહેશે. મળતી માહિતી મુજબ આ બેઠક બપોરે 2 વાગ્યા પછી શરૂ થશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેનાના ધુળેના મેયર સતીશ મહાલેએ રાજીનામું આપી દીધું છે. સતીશે એકનાથ શિંદેના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. સતીશ મહાલેનો દાવો છે કે શિંદે સંકટના સમયે તેમની મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત થાણેમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં એકનાથ શિંદે કેમ્પના સમર્થકોએ પોસ્ટરો પર પેઇન્ટ લગાવાનું શરૂ કરૂ દીધું હતું.

મહારાષ્ટ્રમાં (Maharastra) સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાઉતે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ મુંબઈ (Mumbai) આવીને વાત કરવી જોઈએ. ભાજપ (BJP) પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે ભાજપે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી છે, તેથી બળવાખોરોને મારી સલાહ છે કે કોઈની જાળમાં ન ફસાય. આ સાથે બળવાખોર ધારાસભ્યો પર આરોપ લગાવતા સંજય રાઉતે કહ્યું કે તમારા દસ પિતા છે. બાળાસાહેબનું નામ બળવાખોર તરીકે ન વાપરો. તમારા પિતાનું નામ વાપરો.  રાઉતે કહ્યું કે તમે અમને બહાર બેસીને હિન્દુત્વ ન શીખવો. 2019માં ભાજપ દ્વારા શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ન હતા. શું એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે તો મને કહે કે હું એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરીશ.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મહાભારતને થાળે પાડવા માટે રશ્મિકા ઠાકરેએ પ્લાન તૈયાર કર્યો
મહારાષ્ટ્રમાં (Maharastra) ચાલી રહેલા રાજકીય મહાભારતમાં આજરોજ નવો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉદ્ઘવ ઠાકરે સાથે હવે તેઓના પત્ની (Wife) રશ્મિકા પણ જોડાઈ ગયા છે. તેઓએ આ મહાભારતને થાળે પાડવા માટે એક પ્લાન (Plan) તૈયાર કર્યો છે. તેઓ બળવાખોર ધારાસભ્યની પત્નીઓના સંપર્કમાં રહી ધારાસભ્યોને પરત બોલાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

એકનાથ શિંદેએ તેમના નિવેદનમાં મહાવિકાસ આઘાડીને અજગર ગણાવ્યો
ગુવાહાટીમાં એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો સાથે રહ્યાં છે. તે જ સમયે ઠાકરેની શિવસેના મુંબઈમાં બેઠકો કરી રહી છે. ગઈકાલે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતાં. બેઠક બાદ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બાળાસાહેબ અને શિવસેનાના નામનો અન્ય કોઈ ઉપયોગ કરી શકે નહીં. તે જ સમયે, એકનાથ શિંદેએ તેમના નિવેદનમાં મહાવિકાસ આઘાડીને અજગર ગણાવ્યો હતો અને શિવસેનાને તેની ચુંગાલમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. નિવેદનો અને આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનું રાજકારણ પણ ચાલુ છે. આ સાથે જાણકારી મળી આવી છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોવિડ-19માંથી સાજા થયા બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યોનો વિરોધ ચાલુ છે. દરમિયાન, શિવસૈનિકો આજે સવારે 10 વાગ્યે સામના કાર્યાલયથી એકનાથ શિંદે જૂથના વિરોધમાં મોટી બાઇક રેલી કાઢશે. જયારે બીજી તરફ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ 12 વાગ્યે ગુવાહાટીની હોટલમાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈશ..ચોપાટી આવવું પડશેઃ સંજય રાઉત
સંજય રાઉતે પોતાના ટ્વીટમાં ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલની તસવીર ટ્વીટ કરી અને શિંદે જૂથના 16 ધારાસભ્યોને આવતીકાલે સાંજે 5:30 વાગ્યે હાજર થવાના આદેશની મજાક ઉડાવી. તેણે લખ્યું છે કે ‘ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાઈશ.. આના હી પૈગા મેં ચોપાટી’.

શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું છે કે મહારાષ્ટ્રની કમનસીબી છે કે જ્યારે બેરોજગારી અને મોંઘવારી હોય છે ત્યારે કેટલાક લોકોને માત્ર સત્તામાં આવવાની ચિંતા હોય છે. શિવસેનાના વડા વિના તેઓ (બળવાખોર ધારાસભ્યો) અસ્તિત્વમાં પણ રહી શકતા નથી અને તેમને કોઈ પૂછશે પણ નહીં.

Most Popular

To Top